રાજપીપળા વીજ કંપની દ્વારા સોલાર સિસ્ટમના મીટરો લગાવવા ગ્રાહકોને ધક્કે ચઢાવતા રોષ 

0
50

દોઢ મહિનાથી મીટરના પૈસા ભરવા છતાં રાજપીપળાના એક ગ્રાહકને મીટર માટે રોજ ધક્કા ખાવા પડે છે 

અધિકારીઓ બે ચાર દિવસ માં લાગી જશે જેવા જવાબો આપી દોઢ મહિનો કાઢી નાખ્યો છતાં હજુ મીટર લાગ્યું નથી 

રાજપીપળા : રાજપીપળા વીજ કંપનીના અંધેર વહીવટના કારણે ગ્રાહકો ધક્કે ચઢી રહ્યા છે જેમાં સરકારી સબસીડી પર મળતી સોલાર સિસ્ટમ લાગી ગયા બાદ દોઢ મહિનો થવા છતાં વીજ કંપની દ્વારા ગ્રાહકનું મીટર લગાવાયું નથી

રાજપીપળાના આશાપુરી માતાના મંદિર પાસે રહેતા જનકભાઈ મોદી એ બે મહિના પહેલા સરકારી સબસીડી વાળી યોજનામાં પોતાના મકાન પર એક સોલાર સિસ્ટમ ફિટ કરાવી ત્યારે તેમનો આશય વીજળીનું બિલ ઓછું કે નહિવત આવે એવો હતો ત્યારબાદ તેમને દોઢ મહિના પહેલા રાજપીપળા વીજ કંપનીની કચેરીમાં મીટર લગાવવા પૈસા પણ ભર્યા ત્યારે અઠવાડિયામાં મીટર લાગી જશે તેવો જવાબ ત્યાંથી મળ્યો હતો પરંતુ આજે દોઢ મહિના જેવો સમય થવા છતાં વીજ કંપનીના અધિકારીઓ જનકભાઈ મોદીને મીટર બાબતે ધક્કે ચઢાવી રહ્યા છે એક તરફ સરકાર લોકોના લાભ માટે નવી નવી યોજના અમલમાં લાવે છે પરંતુ તંત્રના અંધેર અને ઢીલા વહીવટના કારણે લાભાર્થીઓ ધક્કે ચઢી રહ્યા હોય ત્યારે ફરિયાદ કોને કરવી…?! આમ તો વીજ કંપની નર્મદા જિલ્લામાં બે અઢી મહિે લાઈટ બીલો ફાી ગ્રાહકોના યુનિટ દીઠ ભાવ વધારી રીતસરની લૂંટ કરે છે તેનું કારણ સ્ટાફનો અભાવ હોવાનું અધિકારીઓ જણાવી લૂલો બચાવ કરે છે ત્યારે બીજી બાજુ લાખો રૂપિયાની સોલાર સિસ્ટમ લગાવી ગ્રાહકો વીજળી બિલ બચાવવા પ્રયાસ કરે છે તેમાં વીજ કંપનીના અધિકારીઓ કોઈક કારણોસર આવા ગ્રાહકોને મીટર જેવી મામૂલી બાબતે પણ દોઢ બે મહિના સુધી ધક્કે ચઢાવતા હોય સરકારી યોજનાનો મતલબ શું રહ્યો …? સુરત વીજ કંપનીની હેડ ઓફિસના અધિકારીઓ રાજપીપળા વીજ કંપનીના અધિકારીની ઢીલી કામગીરી સુધારવા કડક પગલાં લે તેવી માંગ છે .

દોઢ લાખનો ખર્ચ કર્યા બાદ પણ અમારે વધારે બીલો ભરવા પડે છે : જનક મોદી (ગ્રાહક)

આ બાબતે જનકભાઈ મોદીએ જણાવ્યું કે બે મહિના પહેલા સબસીડી વાળી યોજનામાં દોઢ લાખ જેવા ખર્ચે સોલાર પેનલ મેં લગાવી છે પરંતુ નિયમ મુજબ પેનલમાં વીજ કંપનીનું મીટર લગાવવુ પડે એ માટે મેં દોઢ મહિનાથી વીજ કંપનીમાં મીટરના રૂપિયા ભર્યા છતાં આજદિન સુધી મારુ મીટર લાગ્યું નથી જયારે જઇયે ત્યારે બે ત્રણ દિવસ ના વાયદા બતાવાય છે જેમાં અમારું સોલારનું રોકાણ ઉપરથી જુના ઇલેક્ટ્રિક મીટરના યુનિટ મુજબ લાઈટ બિલ ભરતા આતો ઉલ માંથી ચુલ માં પડ્યા જેવો ઘાટ થયો છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY