ગુજરાતમાં ચાલતી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ બંધ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો.

0
951

આજ રોજ ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલી કૃષિ મહાવિદ્યાલય નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલ ભરૂચ કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્રારા ગુજરાતમાં ચાલતી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ બંધ કરાવવા વિરોધ પ્રદર્શન યોજયું હતું.

 

હાલમાં ગુજરાત રાજયમાં ચાલતી ખાનગી કૃષિ કોલેજો જેવી કે રાય.યુનિવર્સિટી,પારૂલ યુનિવર્સિટી,મારવાડી યુનિવર્સિટી, તથા આર.કે.યુનિવર્સિટી જે પોતાની કોલેજોમાં એગ્રીકલ્ચર ભણાવી રહ્યા છે જે ડીગ્રી આઈ.સી.એ .આર દ્રારા વેલીડ ગણવામાં આવતી નથી અને ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્રારા તેવોને ચેતવણી આપી હોવા છતાં પણ તેવો હજુ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.જેમાં વિદ્યાર્થીઓએ પોતાના જોખમે એડમિશન લીધું હતું.

આ અંગે વધુ વાતચીતમાં કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્રારા જણાવામાં આવ્યું હતું કર્ણાટક માં પણ આવી ખાનગી યુનિવર્સિટીઓ ચાલતી હતી પરંતુ કર્ણાટક સરકાર દ્રારા ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ બંધ કરાવવામાં આવી હતી.પરંતુ ગુજરાત સરકાર દ્રારા બંધ કરાવવામાં આવી નથી.

જોકે ગુજરાતની દરેક કૃષિ યુનિવર્સિટીમાં એકજ કોર્ષ ભણવામાં આવે છે અને એકજ સરખું પેપર પણ લેવામાં આવે છે.જેથી દરેક વિદ્યાર્થી એક લેવલમાં રહે છે.અને જે લોકોને અહીંની યુનિવર્સિટીમાં એડમિશન નથી મળતું ને કે મેરીટ લિસ્ટમાં નથી આવતા તેવા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં એડમિશન લે છે અને ત્યાં કોઈ મેરીટ નથી.

જેથી નારાજ થયેલ વિદ્યાર્થીઓએ આજ રોજ કૃષિ યુનિવર્સિટીના કેમ્સમાં ભેગા થઈને વિરોધ નોંધાવી સરકાર દરખાસ્ત કરી હતી કે આવી ખાનગી કોલેજો જલ્દી બંધ થવી જોઈએ નહીં તો ગુજરાતની કુલ ૧૧ કૃષિ યુનિવર્સિટી કોલેજ ના વિદ્યાર્થીઓ સોમવાર થી હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY