નર્મદા જીલ્લા પુરવઠા સંચાલકો અને ગ્રાહકો વચ્ચે ફિંગર બાબતે ગજગ્રાહ ઉભો કરતા હોવાની બૂમ
ઓનલાઇન કુપનમાં ગ્રાહકોના ફિંગરની તકલીફ બાબતે સરકારની બેવડી નીતિના કારણે માથાકૂટ
2013 ના કાયદા મુજબ કોઈક સંજોગોમાં ગ્રાહકના ફિંગર મેચ ન થાય તો એ આવશ્યક ચીજવસ્તુ થી વંચિત ન રહેવા જોઈએ છતાં અમુક અધિકારીઓ આ માટે દુકાનદારને કસૂરવાર ગણી હેરાન કરતા હોવાની બૂમ
નર્મદા જિલ્લામાં 40% જેવી દુકાનો એવા વિસ્તારમાં આવેલી છે કે ત્યાં કનેક્ટિવિટી ની તકલીફ છે
જોવા જઈએ તો આ સોફ્ટવેરની ખામી હોય દુકાનદાર જો ગ્રાહકને જથ્થો ન આપે તો માથાકૂટ અને આપે તો શક ના દાયરામાં તપાસના નામે હેરાનગતિ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગા અમુક અધિકારીઓ દ્વારા સરકારના નિયમનું પાલન કરતા દુકાનદારોને શંકાની નજરે જોઈ હેરાન કરતા હોવાની બૂમ ઉઠી છે .
પુરવઠામાં દરેક બાબત ઓનલાઇન થઈ હોય સુપ્રીમ કોર્ટનો પણ એવો આદેશ છે કે કોઈ સંજોગોમાં રેશનકાર્ડ ધારકના ફિંગર ન આવે તો તેવા ગ્રાહક પુરવઠાના જથ્થા થી વંચિત ન રહેવા જોઈએ તેમ છતાં ગ્રાહકોના બંને હાથના દસ ફિંગર લીધા બાદ પણ આધાર મેચ ન થાય ત્યારે તેવા સંજોગોમાં દુકાનદાર સુપ્રીમના આદેશ મુજબ ગ્રાહકને જથ્થો આપતા હોય છે પરંતુ ગ્રાહકના ફિંગર મેચ કરવા દુકાનદાર ચાર પાંચ વખત પ્રયાસ કરે છતાં મેચ ન થાત ત્યારે આવા પ્રયાસ બાદ આ કુપન ઓફલાઈનમાં જતી રહેતા (જે સોફ્ટવેર ની ભૂલ હોય) પરંતુ આ સંજોગોમાં દુકાનદાર ગ્રાહકને જ્થ્થો આપે છે ત્યારે અધિકારીઓ દુકાનદારની ભૂલ ગણી એની ઉલટ તપાસ કરે છે ત્યારે નર્મદા જિલ્લામાં 40 ટકા જેવી દુકાનો એવા વિસ્તારમાં આવેી છે કે ત્યાં કનેક્ટિવિટી ની તકલીફ છે ત્યારે આવી દુકાનોમાં કે અન્ય દુકાનના કોઈ ગ્રાહકોમાં જો ફિંગર ની તકલીફ આવે ત્યારે એ ગ્રાહકોને જથો નહીં આપવા અમુક અધિકારીઓ દબાણ કરતા હોય આખરે દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે માથાકૂટ થાય છે માટે સુપ્રીમના આદેશનું પાલન કરવું કે સ્થાનિક અધિારીના આદેશનું…? એ બાબતે નર્મદા જિલ્લાના દુકાનદારો હાલ હેરાન થઈ મૂંઝવણ માં મુકાયા છે હાલમાં ચાલી રહેલા સરોરાઈજ ચેકિંગમાં અમુક દુકાનારોને આવી રીતે હેરાન કરી અમુક અધિકારીઓ તેમના કોઈ અંગત સ્વાર્થ માટે કે અન્ય કોઈ બાબતે હેરાન કરતા હોય કાયદાનું પાલન કેમ કરવું એ માટે હાલ અમુક દુકાનદારો મૂંઝવણ માં મુકાયા છે .
છ મહિના પહેલા લીધેલા તેલના પૈસા પણ દુકાનદારોને પરત મળ્યાં નથી ત્યારે આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં ઉપર થી પૈસા આવશે કહી કેટલાય દુકાનદારો એ ભરેલા તેલના હજારો રૂપિયા ક્યારે પરત મળશે એ બાબતે હાલ દુકાનદારો અકળાઈ ઉઠ્યા છે .
પુરવઠાના અનાજમાં પણ દુકાનદારોને ઓછું અનાજ મળતું હોવાની બૂમ ઉઠી હોય 50 કિલો પાછળ દોઢ થી બે કિલો અનાજ ની ઘટ આવતા દુકાનદારોને નુકસાન ભોગવવું પડે છે ત્યારે આ તમામ બાબતે લાગતા વળગતા અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. જેમાં ગોડાઉન મેનેજર જાની આ બાબત ખોટી હોવાનું જણાવી ક્યાં દુકાનદારે કહ્યું એમ કહે છે .
જિલ્લા પુરવઠા અધિકારી પણ ઉડાઉ જવાબ આપી લૂલો બચાવ કરે છે …?
જિલ્લા પુરવઠા અધિકારી ડી કે ભગતને જયારે પણ કોઈ બાબત પૂછીએ ત્યારે એ જાણે એમની દુખતી નસ પર હાથ મુક્યો હોય એમ ચિડાઈ જાય છે ત્યારે અમારા રાજપીપળા પ્રતિનિધિએ ફિંગર બાબતે પૂછતાં અકળાઈ ઉઠેલા ભગતે જણાવ્યું કે દુકાનદારો તમને કેમ રજુઆત કરે છે અમને કેમ જણાવતા નથી…?! હવે કોઈ ઉચ્ચ અધિકારી નો આ પ્રકારનો જવાબ કેટલા અંશે યોગ્ય કહેવાય …? જોકે બાદમાં અમારા પ્રતિનિધિએ જણાવ્યું કે સાહૅબ મારે તમારું સ્ટેટમેન્ટ જોઈએ મારુ ઇન્ટરવ્યુ આપવા મેં ફોન નથી કર્યો ત્યારબાદ ડી કે ભગત શાંત પડ્યા અને જણાવ્યું કે તપાસ માં કોઈની આવી સાચી રજુઆત હશે તો એ બાબતે મારુ ધ્યાન દોરે ત્યારે જિલ્લા કલેક્ટર વારંવાર અખબારો માં આવતી આવી બાબતે મૌન કેમ છે…? કેમ પગલાં લેતા નથી …?
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



