નર્મદા જિલ્લાના વરખડ ગામે કૃભકો દ્વારા ઓર્ગનીક ખાતર ના વપરાશ ને પ્રોત્સાહન મળે તે હેતુ થી સેમિનાર યોજાયો

0
262

175 થી 180 જેટલા ખેડૂતોએ માહિતી મેળવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો

રાજપીપળા: સરકાર દ્વારા ખેડૂત પાક નું બમણું ઉત્પાદન કરે તેવી દિશાઓ માં સતત કાર્ય કરી રહી છે ઉપરાંત રાસાયણિક ખાતર નો ઉપીયોગ ઓછો કરી ખેેડૂત દ્વારા વધુ માં વધુ જૈવિક ખાતર નો ઉપયોગ થકી સારો પાક મેળવાય તે માટે અવારનવાર સેમિનારો નું આયોજન પણ થતું હોય છે

હાલ માં નર્મદા જીલ્લા ના વરખડ ગામે હરિઓમ સેવાશ્રમ ખાતે વિશ્વ ની અગ્રણી સંસ્થા કૃસક ભારતી કો-ઓપરેટિવ લિમિટેડ KRIBHCO દ્વારા ખેડૂતો ના હિત ને ધ્યાને લઇ એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃભકો ના સિનિયર એરિયા મેનેજર પી.વી.કાછડિયા દ્વારા જૈવિક અને સેન્દ્રીય ખાતર ના વપરાશ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટીના રીસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. એસ.સી.માલી દ્વારા ખેડૂતો ને શેરડી ના પાક માટે જરૂરી તમામ માહિતી પૂરી પાડી હતી અને જાતેજ બીજ ઉત્પાદન ની પદ્ધતિસર માહિતી પૂરી પાડી હતી.

કાર્યક્રમ ના અધ્યક્ષસ્થાને થી સુનિલભાઈ પટેલ દ્વારા ગુજમાસોલ અને કૃભકો ના કર્યો વિશે ખેડૂતો ને માહિતગાર કરાયા અને અવનાર સમય માં ગુજમાસોલ ના ઓર્ગેનિક ઉત્પાદનો ના માર્કેટ વિશે માહિતી આપવામાં આવી હતી

175 થી 180 જેટલા ખેડૂતોએ માહિતી મેળવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.કૃભકો નર્મદા જિલ્લા ના ક્ષેત્રીય પ્રતિનિધિ ઝિયાઉદ્દીન એ. બદી દ્વારા સમગ્ર કાર્યક્રમ ની રૂપરેખા અપાઈ હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY