રિયાધ,તા.૮
સાઉદી અરબમાં વિશ્વ શાંતિ માટે ભારતીય દૂતાવાસે એક અનોખી પહેલ કરી છે જેના વિશે જાણી તમને પણ નવાઈ લાગશે. જી હાં, સાઉદી અરબમાં ભારતીય દૂતાવાસે મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમ હેઠળ શાંતિ માટે સાઇકલથી રેલીનું આયોજન કર્યું. આ વિશે ભારતીય દૂતાવાસે ટ્વીટ કરી માહિતી આપી છે.
ભારતીય દૂતાવાસે ટ્વીટ કરી લખ્યું કે,‘રાજધાની રિયાદમાં આયોજિત રેલીમાં સંસ્કૃતિ અને જાતીય ઓળખ ધરાવતા જીવનના દરેક ક્ષેત્રથી પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો અને આ અવસરે મહાત્મા ગાંધી અને તેમના વિશ્વ શાંતિના સંદેશને યાદ કરવામાં આવ્યો.’ ઉપરાંત તેમને જણાવ્યું કે આ રેલામાં સાઉદી અરબના કેટલાક નાગરિકોએ પણ ભાગ લીધો હતો.
દૂતાવાસે જણાવ્યું કે,‘અમારા તરફથી આ પહેલા કાર્યક્રમમાં દરેક વ્યકિત એ પૂરજાશ અને ઉત્સાહ સાથે ભાગ લીધો.’ રિપોર્ટ મુજબ સાઉદી અરબમાં ભારતના રાજદૂત ડો.ઔસાફ સઈદે કાર્યક્રમને લીલી ઝંડી દેખાડી અને રેલીમાં પણ ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન ડિપ્લોમેટિક ક્વાર્ટર ઓથોરિટી અને સાઉદી સાઇકિલિંગ ફેડરેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



