ભરૂચ શહેરમાં ચોરોનો તરખાટ ભઠિયારવાડ વિસ્તારમાં ત્રણ થી ચાર દુકાનોને નિશાન બનાવી ફરાર.

0
294

ગતરાત્રીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં તસ્કરોએ ત્રાટકી હજારોના મત્તામાલ ની ચોરી કરી અંધારામાં પલાયન થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.જોકે મેડિકલ દુકાનના સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા હતાં.

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના ભઠિયાર વાડ વિસ્તારમાં ગત મોડી રાત્રીના સમયે ત્રણ થી ચાર જેટલી દુકાનો પર તસ્કરો ત્રાટકી દુકાનોને નિશાન બનાવી હજારોની મત્તાની ચોરી કરી અંધારામાં પલાયન થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે મદની મેડિકલ અને જનરલ સ્ટોરમાં લવાવેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની સમગ્ર ચોરીની ઘટના કેદ થવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરાત્રી થી વરસતા વરસાદ ના લીધે બે જેટલા તસ્કરો કે જે મોંઢા પર રૂમાલ અને બુકાની બાંધીને દુકાનમાં પ્રવેશી ચોરી કરી પલાયન થઈ ગયા હતાં. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ દ્રારા ચોરીની ફરિયાદ દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY