ભરૂચ જિલ્લા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન દ્રારા વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

0
71

આજરોજ ભરૂચ જિલ્લા ફેરપરાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડરો એસોસિએશન દ્રારા પોતાની વિધિધ માંગણીઓ લઈને જિલ્લા કલેકટર રવીકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી.

ગુજરાત વ્યાજબી ભાવના દુકાનદાર ઓ અને કેરોસીન લાયસન્સ હોલ્ડરોને ઓછા કમીશનને કારણે આવકનું માધ્યમ જળવાઇ રહે તે માટે જ્યારે જ્યારે સરકારના પ્રતિનિધિ સાથે બેઠક કરવામાં આવી છે ત્યારે સરકાર તરફથી એક જ વાતનું રટણ કરવામાં આવે છે કે તમોએ દ્વારા દુકાનદારોની આવકનું માધ્યમ વધારી શકાય તે માટે જરૂરી સુચના આપો ખરેખર આ બાબત સરકારી વિચારવી જોઈએ આ માટે નેશનલ ફૂડ સિક્યુરિટી નો અમલ થયા છતાં પોતાની જવાબદારી અમારા ઉપર ઠોકી બેસાડી સરકાર અમારી આવકની બાબતમાં આંખ આડા કાન કરી રહી છે ત્યારે અમો નાછૂટકે આ પત્ર દ્વારા અમારી પોષકક્ષમ આવક બને તે માટે સરકારને પોતાના સૂચનો જણાવ્યા હતા.

જેમાં વ્યાજબી ભાવના દુકાનદાર તથા કેરોસીન લાયસન્સ હોલ્ડરને આજના ધમાલિયા અને દોડધામ ભરેલી જિંદગી ને કારણે જીવન વીમા તથા અકસ્માત વીમા કવચ આપવું જોઈએ જેથી વીમા પ્રીમિયમ સરકાર ભરવો જોઈએ તથા વ્યાજબી ભાવના દુકાનદાર તથા કેરોસીન લાયસન્સ ઓર્ડર ઓછા કમિશનમાં કામ કરે તથા સરકારની નીતિઓ ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરે છે ત્યારે સરકારી દવાખાના સિવિલ હોસ્પિટલ કોર્પોરેશન દ્વારા ચલાવાતી હોસ્પિટલમાં વ્યાજબી ભાવના દુકાનદાર ઓને અને કેરોસીન લાયસન્સ હોલ્ડરોને જરૂરી સારવાર વિનામૂલ્યે સરકારે આપવાનું જાહેર કરવું જોઈએ.

કમિશનની બાબતમાં સરકારે નિગમ જ્યારે પણ ટ્રાન્સપોટેશન ચાર્જ જે રીતે વધારે તે રીતે તથા ભારત સરકાર મોંઘવારી જાહેર કરે તે બંનેવનો સમન્વય સાંધી કમીશન વધારો આપવો જોઈએ.

જેથી આનો અભ્યાસ કરી વ્યાજબી ભાવના દુકાનદાર અને કેરોસીન લાયસન્સ હોલ્ડરોની રોજીરોટી ના પ્રશ્નો ને રાહત આપી શકાય તેવા નિર્ણયો લેવા અંગેની અમારી માંગણી રાજ્ય સરકારને કરવામાં આવી હતી.અને જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગુજરાત ભરના દુકાનદારો હડતાલ પાડવાની ચીમકી પણ ઉચ્ચરવામાં આવી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY