ખુબસુરત સ્ટાર હુમા કુરેશી વેબ સીરીઝમાં જોવા મળશે

0
15

મુંબઇ,તા. ૨૦
ફિલ્મો અને ટીવી સિરિયલોની સાથે સાથે હવે વેબ સીરીઝની બોલબાલા વધારે દેખાઇ રહી છે. ચાહકો પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ખુબ સક્રિય થઇને આગળ આવી રહ્યા છે. સાથે સાથે રસ લઇ રહ્યા છે. આવી સ્થતીમાં અનેક કલાકારો પણ ભારે રસ સાથે વેબ સીરીઝમાં એન્ટ્રી કરી રહ્યા છે. ભારતમાં હાલના દિવસોમાં નેટફ્લક્સ અને અમેજન ડિજિટલ ખુબ લોકપ્રિય થઇ રહ્યા છે. મનોરંજન ઇન્ડસ્ટ્રીઝના મોટા સ્ટાર પણ વેબ સીરીઝમાં કામ કરી રહ્યા છે. હવે આ યાદીમાં હુમા કુરેશી પણ સામેલ થઇ ગઇ છે. રિપોર્ટમાં કહેવા મુજબ હુમા કુરેશી નેટફ્લીક્સની સાથે પોતાના આગામી પ્રોજેક્ટને લીલીઝંડી આપી ચુકી છે. જેને દિપા મહેતા દ્વારા નિર્દેશિત કરવામાં આવનાર છે.

હજુ સુધી આ પ્રોજેક્ટને લઇને કોઇ પણ પ્રકારની વિગત જાહેર કરવામાં આવી નથી. હુમા કુરેશી બોલિવુડમાં હવે એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. હુમા કુરેશીના પ્રોજેક્ટ પર વાત કરવામાં આવે તો જાણી શકાય છે કે તે કેટલીક નવી ફિલ્મમાં કામ કરી રહી છે. છેલ્લે હુમા કુરેશી દોબારા નામની ફિલ્મમાં નજરે પડી હતી. હુમા કુરેશી આશાસ્પદ સ્ટાર તરીકે રહી છે. હુમા કુરેશી બોલિવુડમાં લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી રહી છે. તેની પ્રથમ ફિલ્મ મારફતે જ તે લોકપ્રિય થઇ ગઇ હતી.

હવે તે જુદી જુદી ભાષાની ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. તે હાલમાં ટીવીના કેટલાક શોમા ંપણ ભાગ લઇ રહી છે. બોલિવુડમાં તમામ મોટા સ્ટાર પણ તેની એક્ટગથી પ્રભાવિત રહ્યા છે. અક્ષય કુમારની સાથે જાલી એલએલબીમાં તે જારદાર રીતે રોલ કરી ગઇ હતી. તેની પ્રશંસા પણ થઇ હતી. હવે વેબ સીરીઝમાં કામ કરવા ઇચ્છુક છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY