ભરૂચ ડિસ્ટ્રીક ટીબી સેન્ટર દ્રારા જન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી…..

0
744

ટીબી ડે એટલે ૨૪મી માર્ચ આખી દુનિયામાં આ દિવસે જન જાગૃતિના કાર્યક્રમો ઉજવાતા હોય છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પણ વર્ષ ૨૦૨૦ સુધી આખા ભારતમાંથી ટીબી નાબુદી માટે કમર કસી છે.ત્યારે સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્રારા પણ ટીબી ની જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમો આપવામાં આવે છે.જેના ભાગ રૂપે આજ રોજ ભરૂચ જિલ્લા ટીબી સેન્ટર દ્રારા ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન સર્કલ થી ભરૂચ જનરલ હોસ્પિટલ સુધીની ટીબીની અંગેની જન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.રેલીને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી સીપ્રા અગ્રે અને જિલ્લા પંચાયત પ્રમુખ જશુ પઢીયાર અને જિલ્લા આરોગ્ય અધિકારી ત્રિપાઠી દ્રારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.હાથમાં બેનરો અને ટીબી મુક્ત દેશ હમારા જેવા સુત્રોચાર કરતાં આ રેલીમાં ભરૂચ જિલ્લા ટીબી સેન્ટર,ભરૂચ નર્સિંગ વિદ્યાર્થીઓ,ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મીઓ સહિત મોટી સાંખ્યમાં લોકો જોડાયા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY