પીએમ મોદીની હેલ્થ પોલિસીનો વિરોધ,બીજી એપ્રિલે ૧૦ લાખ ડાક્ટર હડતાળ પર જશે

0
129

ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮

પીએમ મોદી માટે એક પડકાર સામે આવ્યો છે. દેશના ૧૦ લાખ ડોક્ટરો આગામી બીજી એપ્રિલે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જાય એવા સમાચાર બહાર આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિનું કહેવું છે કે, અમારી માંગણી ખૂબ જ સામાન્ય છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશની હેલ્થ પોલિસી પર નિર્ણય લેતા પહેલાં અમને પણ સામેલ કરવામાં આવે. અમારા વગર જ આ નેશનલ કમીશન બિલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બિલ મૂળભૂત રીતે સમૃદ્ધ લોકોને અનામત આપવા માટે કામ કરશે. જેના પગલે કેન્દ્ર સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

મળતી માહિતી મુજબ, બીજી એપ્રિલથી અંદાજે ૧૦ લાખ ડોક્ટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો અને મેડિકલ સ્ટુન્ટ્‌સ દ્વારા નેશનલ કમીશન બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બીલ પાસ થયા બાદ મેડિકલ કાઉન્સલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ નવો તખતો ઘડવામાં આવશે.

જેના લીધે ડોક્ટરીના વ્યવસાય પર નકારાત્મક અસર પડશે. આ મેગા સ્ટ્રાઈક પર જવાનો પ્રસ્તાવ દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આયોજિત મહાપંચાયતમાં પાસ કરવામાં આવ્યો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY