ભરૂચમાં રહેતા અને ગુગલ બોયના નામથી ઓળખાતા અનયસિંહને મળ્યું ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન

0
274

ભરૂચ,
05/03/2018

ભરૂચ જિલ્લાનું નામ રોશન કરનાર અનયસિંહ ૪૭ સેકન્ડમાં ૩૬ થી વધું રાજધાનીઓના જવાબ તુરંત આપી દે છે.
આટલી નાની ઉંમરે આટલી યાદશક્તિ ધરાવનાર એવોર્ડ વિજેતા થવા બદલ અનયના પરિવારના લોકોમાં ખુશીનો માહોલ.
બાળક જ્યારે જન્મ લે છે ત્યારે દરેક માં -બાપની ઈચ્છા-અપેક્ષા હોય છે કે મારો બાળક હોશિયાર અને જ્ઞાની બને, અને દરેક ક્ષેત્રે બીજા બાળકો કરતા પાછળના રહી જાય એટલે બાળકને નાનપણથી જ માં-બાપ સારૂ જ્ઞાન આપતાં હોય છે. આવો જ એક જ્ઞાની બાળક કે જેની ઉંમર માત્ર ૩ વર્ષની છે પણ તેનું યાદશક્તિ મોટાંઓને પણ માત આપીદે તેવી છે.ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા બંગલોઝના મકાન નંબર એ/૧૦ માં રહેતા પ્રવિણકુમાર સિંહ તેમના પત્ની ચારુલતાના દીકરા અનયસિંહે ભરૂચ જિલ્લા ગુજરાત અને દેશભરમાં રોશન કર્યું છે. અનયસિંહની ઉંમર માત્ર ૩ વર્ષની છે અને તે હાલમાં ભરૂચમાં આવેલ ખાનગી શાળામાં અભ્યાસ કરે છે.શાળામાં પણ તે ગૂગલ બોય તરીકે ઓળખાય છે કારણ કે તેની પાસે દરેક સવાલોના જવાબ હાજર જવાબી રીતે મળી જાય છે. અને તેની આ ખૂબી જોતાં તેના પિતા પ્રવિનકુમારે સવાલો પૂછયા ત્યારે અનયસિંહે ૪૭ સેકન્ડમાં ૩૬ થી વધું રાજધણીઓના નામ આપ્યા હતા. અને તેઓ આ વિડિઓ ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં મોકલ્યો હતો. ત્યારબાદ તેવો દ્રારા વીડિયો કોલિંગથી અનય ને સવાલો કર્યા હતાં જેમાં તેણે ૪૭ સેકન્ડમાં ૩૬ સવાલો ભારતની રાજધાનીઓ અને યુનિયન ટેરિટરીઝના સફળતા સવાલોના જવાબો આપીને આટલી નાની ઉંમરે ગોલ્ડન બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ હતું.તેમના માતા પિતાના કહેવા અનુસાર હજુ પણ અનય આ બધું જાતેજ મોબાઈલમાં યુ ટ્યૂબ પર થી જોઈને શીખ્યો છે અને આગળ પણ તે ગીનીઝ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં નામ નોંધાવે તેવી તૈયારીઓ હમણાંથી જ શરૂ કરી દીધી છે.

ભરૂચનો અનયસિંહ ભવિષ્યમાં આવીને આવી સિદ્ધિઓ હાંસલ કરી ભરૂચ જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કરાવે તેવી જંગે-એ-ગુજરાતની સમગ્ર ટીમ તરફ થી શુભેચ્છાઓ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY