અડાજણમાં પ્રાઈમ આર્કેડ જંકશન ઉપર રોડ કિનારે તથા એપાર્ટમેન્ટના પાર્કિંગ પ્લેસમાં ખાણીપીણીની લારીઓનું મોટું ન્યૂસન્સ ઊભું થયું છે. આ મામલે મળતી ફરિયાદોના પગલે પાલિકાનો સ્ટાફ દબાણ હટાવવા પહોંચ્યો હતો. ગુરૂવારે રાતે કરાયેલી આ કામગીરી દરમિયાન કેટલાક લોકોએ બખેડો કર્યો હતો. માથાકૂટ કરનારાઓ પૈકી દારૂના નશામાં ધૂત એવા ડોકટર પ્રણવ પચીગરની પોલીસે ધરપકડ કરી હતી. અડાજણ પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આનંદ મહલ રોડ ઉપર પ્રાઈમ આર્કેડ પાસે સાંજથી મીડી રાત સુધી ટ્રાફિકનું ભારણ રહે છે. આ જંકશન ઉપર રોડ સાઈડ તેમજ શોપિંગ કોમ્પ્લેક્સની પાર્કિંગ પ્લેસમાં લારીઓ ગોઠવી, ખુરશીઓ મૂકી ખાણીપીણીની હાટડીઓ ઊભી કરાતી હોય ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ બાબતે ફરિયાદો મળતાં પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાની ટીમ સાથે માથાકૂટ કરી તેમને ફરજ બજાવતા રોકવામાં આવ્યા હતા. મામલો ગરમાતા પાલિકાના અધિકારીઓએ પોલીસ બોલાવી હતી. પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે બખેડો કરનારા ટોળામાં એક વ્યક્તિ વધુ પડતી ઇન્વોલ જણાઈ હતી. આ યુવકને પોલીસે ડિટેઈન કર્યો તો તે નશામાં હોવાનું બહાર આવ્યું હતું. ગંધાતા મોઢે આ યુવકને ડબ્બામાં બેસાડી પોલીસ મથકે લઈ જવાયો હતો. આ યુવક અડાજણ વિસ્તારના જાણીતા સાઈ કિયાટ્રીસ ડો. પ્રણવ પચીગર હોવાનું પોલીસ કેસમાં બહાર આવ્યું હતું. બાદમાં તેમનો જામીન ઉપર છુટકારો થયો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"