સગર્ભા હોવાના અહેવાલ પાયાવગરના; ઇલિયાના

0
69

મુંબઇ,
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ઇલિયાના ડી ક્રુઝે હાલમાં તે સગર્ભા હોવાના હેવાલને રદિયો આપ્યો છે.તેનુ કહેવુ છે કે આ પ્રકારના હેવાલ આધારવગરના છે. તેના સગર્ભા હોવાના હેવાલ વારંવાર આવતા રહે છે. હાલમાં બે હસ્તીઓના સગર્ભા હોવાના હેવાલ આવી રહ્યા છે. જે પૈકી એક શાહિદ કપુરની પÂત્ન મીરા રાજપુત અને ઇલિયાના ડી ક્રુઝનો સમાવેશ થાય છે. શાહિદ કપુરે પોતે સોશિયલ મિડિયા પર મીરા હાલમાં સગર્ભા હોવાની વાતને સમર્થન આપ્યુ છે. બીજી બાજુ હાલમાં ઇલિયાનાને લઇને પણ આવા જ હેવાલ આવી રહ્યા છે. જા કે ઇલિયાનાએ તો હાલમાં રદિયો આપ્યો છે. ઇલિયાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના એક બ્લેક એન્ડ વાઇટ ફોટો રજૂ કર્યો છે. ફોટોમાં તેના ચહેરા પર શાંત ખુશી છે. જેની સાથે ઇલિયાનાએ લખ્યુ છે નોટ પ્રેગનેન્ટ. કેટલાક દિવસ પહેલા ઇલિયાનાના પતિ નીબોને ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શેયર કર્યો હતો. આ ફોટાના કારણે તેની સગર્ભા હોવાની બાબતને લઇને હવા ચાલી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં એવા હેવાલ આવ્યા હતા કે ઇલિયાનાએ પોતાના બોયફ્રેન્ડ અને પ્રોફેશનલ ફોટોગ્રાફર નીબોન સાથે લગ્ન કરી લીધા છે. ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિસમસ ટ્રીની સાથે ફોટો શેયર કર્યો હતો. જેમાં લખ્યુ હતુ કે આ ફોટો હબી પતિ દ્વારા Âક્લક કરવામાં આવ્યો છે.
ઇલિયાના છેલ્લે અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મના ગીતો સુપરહિટ સાબિત થયા હતા. તેની અજય સાથે કેમિસ્ટ્રીની પણ પ્રશંસા કરવામાં આવી હતી. બાદશાહોમાં પણ તે અજય દેવગનની સાથે નજરે પડી હતી. ઇલિયાના હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ હાલમાં કામ કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY