ભરૂચ:
હાલાં દરેક જગ્યાઓ પર ઉનાળો ચાલું થતાની સાથેજ પાણીની સમસ્યાઓ ચાલુ થઈ જાય છે. આપણાં ગુજરાતની જીવા દોરી માં નર્મદાની હાલત પણ પાણીના લીધે દયનિય થઈ ગઈ છે તેતો સૌવ લોકો જાણેજ છે. જ્યારે માં નર્મદા પાણી માટે તરસી રહી છે તેવોજ હાલ ભરૂચ વાસીઓનો છે.
હજુતો ઉનાળો ચાલું થયો માંડ થોડાક જ દિવસ થયા છે ત્યાર પહેલાજ ભરૂચ શહેરમાં લોકોએ પાણી માટે વલખા મારવાના ચાલું કરી દીધાં છે.ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ૮ ના વિસ્તાર માં આવેલ ન્યુ આનંદનગર અને મારૂતિનગર માં પૂરતું પાણી મળી નહીં રહેતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.જેની રજુઆત કરવા આજ રોજ ન્યૂ આનંદ નગર અને મારૂતિ નગરના સ્થાનિકોએ માટલા લઈને નગર પાલિકા કચેરી એ પહોંચી પ્રમુખ ની કેબિનની બહાર માટલા ફોડી ભારે સુત્રોચાર કર્યા હતાં.જેની જાણ ભરૂચ વોર્ડ નંબર ૮ ના કોર્પોરેટર્સ મનહર પરમારને થતાં તેવો દ્રારા ચીફ ઓફિસરને પાણી અંગે રજૂઆતો કરી હતી.અને ત્યાંના લોકોને વહેલી તકે પૂરતાં પ્રમાણમાં મળી રહશે તેવી હૈયા ધરણા ચીફ ઓફિસર આપી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"