ભરૂચ જિલ્લામાં હવે પાસપોર્ટ ભરૂચ શહેર મેઈન પોસ્ટ ઓફિસ ખાતે થીજ મળશે

0
162

પાસપોર્ટ કઢાવવાની નવી પર્ક્રીયાના ભાગરૂપે મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટ્રનર્લ અફેર્સ એન્ડ ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા ભરૂચ હેડ પોસ્ટ ઓફીસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે .પરિણામે જિલ્લાના નાગરિકોએ હવે ભરૂચ શહેર મેઈન પોસ્ટ ઓફિસે જ પાસપોર્ટ ની તમામ પ્રક્રિયા થશે

ભારૂચ મેઈન પોસ્ટ ઓફીસ ખાતે તારીખ ૨૮-૦૨-૧૮ નાં રોજ સવારે ૧૧ વાગ્યે આ સેવાનો પ્રારંભ થયો . જે અંતર્ગત ઠાકુર ઓમકારનાથ કાલા ભવન ખાતે લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવાએ કરી આ સેવા પ્રજા માટે શરૂ કરી હતી આ પ્રસંગે રાજ્યના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગૌતમ ભટ્ટાચાર્ય, અમદાવાદ રીઝનલ પાસપોર્ટ ઓફિસર નીલમ રાની ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા. મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટ્રનર્લ અફેર્સ એન્ડ ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના સેવા કેન્દ્રના કાર્યક્રમાં માં ભરૂચ પોસ્ટના સુપ્રીટેન્ડન્ટ તથા ધારાસભ્યો પણ હાજર રહી આ વ્યવસ્થા બીએડવી હતી નવી વ્યવસ્થાના ભાગરૂપે જુન મહીનામા ૧૪૯ પોસ્ટમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી જેમાં ગુજરાતમાં ૮ માં ની ભરૂચની સેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટે એ જણાવ્યું હતું કે લોકોની પાસપોર્ટ માટેની અરજી તથા પાસપોર્ટ ઉપલબ્ધ કરવાની પર્ક્રીયા પણ પોસ્ટ માં જ થશે. અત્યાર સુધી જે સંપૂર્ણ કામગીરી પાસપોર્ટ વિભાગ દ્વારા કરવામાં આવતી હતી જે હવે હેડ પોસ્ટ ઓફીસ ખાતે થશે જેનાથી લોકોને શારીરિક હાડમારી અને આર્થિક બચત પણ થશે સાથે સાથે સમય પણ બચશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY