લોખાત હોસ્પિટલની પાછળ ચાલતું જુગારધામ ઝડપાયું, પોલીસનો માહિતી દબાવવા પ્રયાસ

0
123

લાલદરવાજા પાસે આવેલી લોખાત હોસ્પિટલની પાછળની તરફ ખુલ્લા વાડામાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીને આધારે પોલીસે રેડ પાડીને રૂ. ૯૮ હજારના મુદ્દામાલ સાથે ૧૩ જુગારીઓને પકડી પાડ્યા હતા. જો કે, પોલીસે આ તમામ જુગારીઓના નામો જાહેર કર્યા ન હતા. પ્રાપ્ત વિગતો મુજબ લાલદરવાજા મેઈન રોડ ઉપર આવેલી લોખાત હોસ્પિટલની પાછળના ભાગમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જુગારધામ ચાલતો હતો. ખુલ્લી પડેલી આ જગ્યામાં જુગારધામ અંગે લાલગેટ પોલીસને માહિતી મળી અને તેના આધારે પીએસઆઈ આહીર સહિતની ટીમે રેડ પાડીને ૧૩ જુગારીઓને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓને પકડી પાડીને તપાસ કરતા અલગ અલગ કંપનીના મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ્લે રૂ. ૯૮ હજારથી વધુની મતા કબજે કરવામાં આવી હતી. લોખાત હોસ્પિટલની પાછળ ના ભાગમાં ચાલતા આ જુગારધામની માહિતી છુપાવવા માટે પણ પોલીસે ઘણા પ્રયાસો કર્યા હતા. મોડીરાત્રી સુધી આ માહિતીને મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી ન હતી. તો બીજી તરફ પોલીસે જુગરીઓને છાવર્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. જે જુગારીઓ પકડાયા છે તે તમામ મોટા માથાઓ હોવાના કારણે પોલીસ તમામને છાવરી રહી છે અને ઘટનાનું સ્થળ પણ બદલી નાંખ્યું હોવાનું જણાવ્યું હતું. આ અંગે જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. જાણવા મળ્યા મુજબ આ જુગારધામમાં કેટલાક ડોકટરો પણ સંડોવાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાના સ્થળ અંગે પીઆઈ ડી.કે.પટેલ સાથે વાત કરતા તેઓએ હોસ્પિટલની નજીકથી જુગારધામ પકડાયું હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY