એકજ મહિનામાં દસ જેટલા દર્દી જોવા મળતા સરકારી કામગીરી પર અનેક સવાલ,રાજપીપલા ખાતે કાર્યરત એક સંસ્થાની કચેરી પણ અન્ય જિલ્લામાં તબદીલ કરતા અટવાતા દર્દીઓ.
રાજપીપલા:
નર્મદા જિલ્લા માં એચ.આઈ.વી.ના દર્દીઓ ની સંખ્યા વધતી હોવાની માિતી જાણવા મળી છે ત્યારે રાજ્ય સરકાર આ માટે કરોડોનો ધુમાડો કરે છે છતાં ક્યાં કાચું કપાઈ રહ્યું છે અથવા કોણ આવી ગંભીર બાબતે સરકારી ગ્રાંટો આવવા છતાં લાપરવાહી કરી રહ્યું છે એની તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવી શકે છે. જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લા માં છેલ્લા એકજ મહિના માં 10 જેટલા એચ.આઈ.વી.ના દર્દીઓ જોવા મળ્યા છે ત્યારે અત્યાર સુધી છેલા દસેક વર્ષ માં નર્મદા જિ્લા માં સરકારી આકડા મુજબ 250 થી વધુ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા હા એમાંથી કેટલાક મૃત્યુ પણ પામ્યા છે ત્યારે લાંબા સમય થી આંકડા માં ખાસ વધારો થયો ન હતો પરંતુ છેલ્લા એકજ મહિના માં જો દસ જેટલા દર્દીઓ એચ.આઈ.વી.ની લપેટ માં આવેલા જણાય ત્યારે એ ચિંતા ઉપજાવનારી બાબત કહી શકાય ક્યાંછે સરકારી તંત્ર ના જવાબદાર અધિકારીઓ અને આ ક્ષેત્ર માં શું યોગ્ય કામગીરી નથી થતી જેવા અનેક સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર આના માટે કરોડો ની ગ્રાંટો ના ધુમાડા કરતી હોય તો એ ગ્રાંટ કોને અપાય છે અને ફાળવાયેલી ગ્રાન્ટ નો ક્યાં અને કેો ઉપયોગ થાય છે એ તપાસ જરૂરી છે.
રાજપીપલા ખાતે કાર્યરત સરકારી ગ્રાન્ટ થકી ચાલતી એક સંસ્થા ની કચેરી હાલ ઘણા સમય થી હટાવી વ્યારા ખાતે તબદીલ કરાઈ છે ત્યારે આ સંસ્થા ના કર્મચારીઓ એમ જણાવતા હતા કે નર્મદા કરતા ત્યાં દર્દીઓ વધુ હોવાથી કચેરી નું સ્થળાંતર કરાયું છે પરંતુ હાલ નર્મદા માં 250 થી વધુ દર્દીઓ અને છેલ્લા મહિનામાં એક સાથે જો 10 જેટલા દર્દીઓ ડિટેક્ટ થતા હોય ત્યારે આ ગંભીર બાબત છે અને એ બાબતે ખાસ તકેદારી પણ જરૂરી છે .કોણ જોશે આ પછાત આદિવાસી જિલ્લા ના એચ.આઈ.વી.ના દર્દીઓ સામે…? શું સરકારના પ્રતિનિધિયો કે લાગતા વળગતા અધિકારીઓ પણ આ જિલ્લા સાથે ઓરમાયું વર્તન કરે છે …?! આરોગ્ય વિભાગ,ગાંધીનગર આ બાબતે અજાણ છે…?
નર્મદા થી વ્યારા સ્થળાંતર થયેલી કચેરી માં નર્મદા ના દર્દીઓ ના કોઈ નવા આંકડા નથી કેમ કે નર્મદા ખાતે ફિલ્ડ વર્ક કરતા કર્મચારીઓ કોઈક કારણોસર જોબ છોડી ચુક્યા હોય હાલ નવા નંધાયેલા એચ.આઈ.વી.ના દર્દીઓ ની કોઈજ માહિતી એમની પાસે નથી ત્યારે હાલ નર્મદા ના દર્દીઓ ભગવાન ભરોસે જીવી રહ્યા છે એમ કહી શકાય
રિપોર્ટર: નર્મદા.ભરત શાહ, મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"