વિદેશી ટુરના નામે ૨૨ લાખની છેતરપિંડી કરનાર ટ્રાવેલ્સ સંચાલક સામે ફરિયાદ નોંધાઈ

0
84

વડોદરા,તા.૨૩/૦૨/૨૦૧૮

વડોદરામાં સ્ટાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા વિદેશી ટૂરના બહાને ૨૦૦ પરિવારો સાથે છેતરપિંડીની ઘટના બહાર આવ્યા બાદ હવે અન્ય ટ્રાવેલ સંચાલકોના કૌભાંડ પણ બહાર આવી રહ્યા છે. વડોદરાના જ ત્રણ પરિવાર સાથે વિદેશી ટુરના નામે રૃ.૨૨ લાખની છેતરપિંડી કરનાર જેતલપુર રોડ પરના ટ્રાવેલ્સ સંચાલક સામે પણ ફરિયાદ થઇ છે. આ છેતરપિંડીનો ભોગ બનનારા બિઝનેસ મેન મિનેશ ભટ્ટે કર્યું હતું કે મારો પરિવાર અને મારા મિત્રનો પરિવાર મળીને ગત વર્ષે મે મહિનામાં મોરેસિયસની ટૂર પ્લાન કરી હતી અને તે માટે અમે જેતલપુર રોડ પર આવેલ ઇન્ડીયબુલ્સ મોલમાં ઓફિસ ધરાવતા ‘દીપશાલ’ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અવિનાશ રામપ્રસાદ પાસે ટૂર બુક કરાવી હતી આ માટે અમે રૃ.૭ લાખ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી દીધા હતા પરંતુ બુકિંગ તારીખના બે દિવસ પહેલા જ તે ઓફિસ બંધ કરીને ગાયબ થઇ ગયો. છેલ્લી ઘડીએ અમારે બીજા ટ્રાવેલ ઓપરેટર પાસે બુકિંગ કરાવવુ પડયું. આ અંગે અમે સંબંધીત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે પણ હજુ સુધી પોલીસે કોઇ કાર્યવાહી જ કરી નથી.

મિનેશ ભટ્ટે કર્યું હતુ કે અમારી સાથે છેતરપિંડી થયા પછી મને ખબર પડી કે આ સમયગાળામાં જ તેમણે મારા અન્ય એક મિત્ર મહેશભાઇ પટેલ સાથે પણ રૃ.૧૫ લાખની છેતરપિંડી કરી હતી. મહેશભાઇએ તેમના કુટુંબના ૪ પરિવારોના ૧૬ જણ માટે મલેશીયા, સિંગાપુરની ટૂર બુક કરી હતી. પણ તેઓ જ્યારે મલેશીયા પહોંચ્યા ત્યારે ખબર પડી કે ત્યાં કોઇ પણ પ્રકારનું બુકિંગ થયુ જ ન હતુ. તેઓએ ૧૫ લાખ આપીને આ ટુર બુક કરી હતી અને પછી ત્યાં પહોંચ્યા બાદ બુકિંગ નહી હોવાથી અરજન્ટમાં હોટલ અને અન્ય સુવિધાઓ બુક કરાવવા માટે બીજા રૃ.૧૭ લાખનો ખર્ચ કરવો પડયો હતો. આમ ‘દીપશાલ’ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના અવિનાશ રામપ્રસાદે અમારા ગગ્રુપ સાથે જ રૃ. ૨૨ લાખની છેતરપિંડી કરીને ફરાર થઇ ગયો છે અને હજુ સુધી પોલીસ તેને પકડી શકી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY