ચીન ભલે ગમે તેટલા ટાપુઓ બનાવે પણ અમેરિકા ડરતું નથી!

0
79

દક્ષિણ ચીની સમુદ્રને લઈને ચીનની આક્રમક રણનીતિની અમેરિકા પર કોઈ અસર ન થતી હોવાનું જણાઈ રહ્યું છે. ગત દિવસોમાં અમેરિકાને સખત સંદેશો આપતા ચીને રશીયાથી ખરીદવામાં આવેલા નવા એસયુ ૩૫ ફાઇટર જેટ્સને દક્ષિણ ચીની સમુદ્રમાં તહેનાત કરવાની વાત કહી હતી,પરંતુ ચીનની આવી પેંતરાબાજીથી બેપરવાહ અમેરિકાએ કહ્યું હતું કે તે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું ચાલુ રાખશે. અમેરિકાનું કેહવુ છે કે દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા દ્વિપોનો તેના પર કોઈ અસર નહીં થાય.
પત્રકારો સાથે વાત કરતા અમેરિકી નેવીના એક અધિકારીએ કહ્યું હતું કે તેઓ ચીન દ્વારા બનાવવામા આવેલા દ્વીપથી ડરીને થોભી નહીં જાય. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રના મોનીટરીંગ માટે પોતાનું એક વિમાન વાહક જહાજ જેને યુએસએસ કાર્લ વિનસન તરીકે ઓળખવામાં આવે છે, તેને તરતું મૂક્યું છે. યુએસએસ કાર્લ વિનસન ગત ૭૦ વર્ષોથી દક્ષિણ ચીની સમુદ્રમાં નજર રાખી રહ્યું છે.તેના પર કુલ ૭૨ એરક્રાફ્ટ હાજર રહે છે.
તેમાં એફ૧૮ હોર્નેટસ,હુમલો કરનારા હેલિકોપ્ટર્સ અને મોનીટરીંગ કરનારા વિમાનો સામેલ છે.તેનું કામ એ જોવાનું છે કે આ માર્ગથી થનારા વેપારમાં કોઈ અડચણ ન આવે. આ માર્ગ એશિયા અને અમેરિકાની વચ્ચે થનારા વેપાર માટે ઘણો મહત્વપૂર્ણ હોવાનો જણાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ચીની સમુદ્રના વિસ્તાર પર અમેરિકાએ કોઈ દાવેદારી રજુ કરી નથી. ભારત અને અમેરિકા આ વિસ્તારમાં નૌકાવહન અને ફ્લાઈટ્સની સ્વતંત્રતાની પુરજોરથી વકીલાત કરે છે. યુએસ આર્મી એ જ કેટલાક પત્રકારો સાથે વાત કરવા માટે વિમાન વાહક જહાજ પર તેમને બોલાવ્યા હતા.
પત્રકારો સાથેની વાતચીતમાં લેફ્ટએનન્ટ કમાન્ડર ટિમ હોકીન્સે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદો અમને અહીં ઉડવા, ટ્રેનીંગ આપવા, સમુદ્રમાં મોનીટરીંગ કરવા અને જે પણ અમેં કંઈ કરી રહ્યા છે તેની પરવાનગી આપે છે. અમે તે આગળ પણ કરતા રહીશું. ઉલ્લેખનીય છે કે ચીન દક્ષિણ ચીની સમુદ્રના લગભગ સમગ્ર જળ ક્ષેત્ર પર પોતાનો દાવો કરે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY