૩૧ મી ઓક્ટોબર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રાષ્ટ્રપતિ સહિત ઉપરાષ્ટ્રપતિ, રાજ્યોના મુખ્યમંત્રીઓ,રાજ્યપાલો સહિતનાં મહાનુભાવો પધારશે : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

0
12

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટીાં રા્ટ્રાર્પણ કાર્ય આયોજનની સમીક્ષા અર્થે પધારેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તા.૩૧ મી ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે લોકાર્પણના કાર્યક્રમ બાદ અહીં દેશના નામી-અનામી મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યાં છે.ત્યારે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન દેશના રાષ્રપતિ સહિત ઉપરાષ્ટ્રપતિ, દેશનાં લગભગ તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, માન. રાજ્યપાલઓ પણ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાની મુલાકાત લેનાર છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, મહાનુભાવોની મુલાકાત બાદ અહીં દેશનાં ડી.જી.પી. કક્ષાના પોલીસ અધિકારીઓની બેઠક પણ યોજાનાર છે. ઉપરાંત રોજેરોજ અહીં દરરોજ ૧૫૦૦૦ પર્યટકો મુલાકાતે આવી શકે, તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ગોઠવી છે. ત્યારે બધા વાહન વ્યવહારને લક્ષમાં લઇને કેવડીયા સુધી આવતા તમામ માર્ગોનું પણ આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે વૈશ્વિક પર્યટકોને અહીં કોઇ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તે માટે અલાયદુ ટ્રાફિક પોલીસ સ્ટેશન મંજુર કરીને પર્યટકોને મદદરૂપ થવા અને અહીંના પ્રવાસીઓ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર થાય તે માટે પણ તકેદારી દાખવવામાં આવી રહી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY