ઉરીમાં એલઓસીએ ભારત-પાક વચ્ચે તણાવ,આર્ટીલરી ગન્સનો ઉપયોગ

0
139

શ્રીનગર,તા.૨૮/૦૨/૨૦૧૮

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં યુદ્ધવિરામ ભંગના પંદર વર્ષમાં પહેલી વખત આર્ટિલરી ગન્સ દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાનના શસ્ત્રવિરામ ભંગ સામે વળતી કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરની અંકુશ રેખા પર નવેમ્બર-૨૦૦૩થી યુદ્ધવિરામ લાગુ કરાયો છે. જા કે પાકિસ્તાને છેલ્લા ઘણાં સમયથી યુદ્ધવિરામના લીરેલીરા ઉડાતતા ૨૦૧૮માં અત્યાર સુધીમાં ૪૧૧ વખત ફાયરિંગ કર્યું છે.

પાકિસ્તાન દ્વારા પીર પંજાલના પહાડી વિસ્તારના ઉત્તરમાં કરવામાં આવેલા શસ્ત્રવિરામ ભંગને કારણે ઉરી સેક્ટરમાં ખાસો તણાવ પ્રવર્તી રહ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની નાપાક હરકતનો આકરો જવાબ આપતા વળતી કાર્યવાહીમાં શસ્ત્રવિરામના પંદર વર્ષમાં પહેલી વખત ઉરી સેક્ટરમાં આર્ટલરીનો ઉપયોગ કર્યો છે. સત્તાવાર આંકડા પ્રમાણે પાકિસ્તાન દ્વારા ૨૦૧૮માં અત્યાર સુધીમાં ૪૧૧ વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કુલ શસ્ત્રવિરામ ભંગમાં ફાયરિંગની માત્ર આઠ ઘટનાઓ પીરપંજાલ રેન્જના ઉત્તરમાં નોંધાઈ છે. આ ક્ષેત્રની સુરક્ષાની જવાબદારી ભારતીય સેનાની ૧૫મી કોર્પ્સની છે.

ઉત્તર કાશ્મીરના રામપુર અને ઉરી ખાતે ફેબ્રુઆરી માસમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા શસ્ત્રવિરામ ભંગનો જવાબ આપવા માટે થોડા સમયગાળા માટે ભારતીય સેનાએ ૧૦૫ એમએમ આર્ટિલરી ફીલ્ડ ગન્સનો ઉપયોગ કર્યો હતો. ૨૦૦૩માં લાગુ કરાયેલા શસ્ત્રવિરામ બાદ ઉરી સેક્ટરમાં પહેલી વખત આર્ટિલરી ગન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્ટિલરીનો ઉપયોગ સેના માટે મોટાભાગે છેલ્લો સહારો હોય છે. ઈન્ફન્ટ્રી દ્વારા શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓમાં પર્સનલ વેપન્સ અને મોર્ટારનો ખૂબ ઉપયોગ થતો હોય છે. મહત્વપૂર્ણ છે કે સપ્ટેમ્બર-૨૦૧૬માં ભારતીય સેનાની પીઓકેમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સાથેના તણાવમાં વધારો થયો હતો. ત્યારે અંકુશ રેખા નજીકના પીરપંજાલની દક્ષિણના વિસ્તારોમાં ૧૫૫ એમએમ બોફોર્સ ગન્સ સહીતની આર્ટિલરીનો ફાયરિંગમાં ઉપયોગ કરાયો હતો. પીર પંજાલની દક્ષિણી વિસ્તારની સુરક્ષાની જવાબદારી ૧૬ કોર્પ્સની છે.
સત્તાવાર આંકડાઓ મુજબ.. ૨૦૧૮માં પાકિસ્તાની સેના દ્વારા ૧૨૦ એમએમ મોર્ટાર જેવા હેવિ-કેલિબર વેપન્સનો ભારતીય સેના સામે અંકુશ રેખા પર પાંચ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોને ટાંકીને અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઉરી સેક્ટરમાં એક તરફ પરિસ્થતિ સામાન્ય થવા તરફ આગળ વધી રહી છે.. પણ આ સેક્ટરમાં ભવિષ્યની સ્થતિ સંદર્ભે અનિશ્ચિતતા છે. ઉત્તર કાશ્મીરમાં એલઓસી ખાતે ઘણો મોટો તણાવ પ્રવર્તી રહ્યો છે.

સત્તાવાર આંકડાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૧૮માં અંકુશ રેખા પર ૧૬ આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની ચાર કોશિશો કરવામાં આવી છે. આમાના ચાર આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા છે અને અન્ય સાત આતંકવાદીઓ પાકિસ્તાનના તાબા હેઠળના વિસ્તારમાં ભાગવામાં સફળ રહ્યા છે. માત્ર પાંચ આતંકવાદીઓ ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા છે. ભારતીય સેનાની નોર્થ કમાન્ડના ઉધમપુર ખાતેના હેડક્વોર્ટરના વરિષ્ઠ સૈન્ય અધિકારીને ટાંકીને દાવો અહેવાલમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને એલઓસી પોતાની ગતિવિધિઓ વહેલી શરૂ કરી દીધી છે. ઓછા પ્રમાણમાં થયેલી બરફવર્ષાને પરીણામે ૧૫ કોર્પ્સ ઝોનમાં આતંકીઓની ઘૂસણખોરીના માર્ગ વહેલા ખુલી ગયા છે. આતંકવાદીઓ પીઓકેના લોન્ચિંગ પેડ્‌સમાં છે અને ભારતીય સેના પ્રો-એક્તીવલી આતંકવાદીઓની ઘૂસણખોરી અને પાકિસ્તાનના શસ્ત્રવિરામ ભંગ સામે કાર્યવાહી ચાલુ રાખશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY