હું આંખ બંધ કરું તો ભૂત આવીને કહેતા તારા છોકરાની લાશો વિખરાશે એટલે સાથે લીધા : માતાનું આક્રંદ
ભાવનગર,તા.૧૬
તાલુકાના પાંચ પીપળા ગામ ખાતે ખૂબ જ આઘાત પહોંચાડતો બનાવ બન્યો છે. અહીં આર્થિક ભીંસથી કે અન્ય કોઈ કારણથી કંટાળીને એક માતાએ પોતાના પાંચ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. કુલ છ લોકોમાંથી ચાર સંતાનોનાં મોત થયા છે. જ્યારે માતા અને મોટી દીકરીને ગામ લોકોએ બચાવી લીધા હતા.
ભાવનગર જીલ્લાના તળાજાના ઝાંઝમેર ગામના રહેવાસી ગીતાબેન નામની મહિલા પોતાનાં પાંચ બાળકો સાથે ગઈકાલ સાંજે(સોમવારે સાંજે) પોતાના પતિને માતાજીના દર્શન કરવા જવાનું કહીને નીકળી હતી. મોડી રાત્રે મહિલાએ રાજપરા પાસેના પાંચ પીપળા ગામની સીમમાં તુલસીભાઈ ઈટાલીયાની વાડીમાં આવેલા કૂવામાં એક પછી એક પોતાનાં બાળકોને ફેંકી દીધા હતા અને અંતમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું.
આ અંગેની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને ગીતાબેન તેમજ તેની મોટી પુત્રીને બચાવી લીધા હતા. જ્યારે એક નાની પુત્રીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મોડી રાત્રે ગીતાબેન તેમ જ બચી ગયેલી પુત્રીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકીઓના મૃચતદેહને બહાર કાઢવા માટે ભાવનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
બચી ગયેલી મહિલા ગીતાબેનએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂત સાથે ભાગમાં વાડી રાખીને ખેતી કરીને પોતાનું જીવન ગુજરતા હતા. બે વર્ષથી કોઈ ઉપજ ન આવતા એક દિવસ જમવાના પણ ફાંફાં પડતાં હતાં. તેને આંખે ઓછું દેખાતું હોવાથી બાળકોનું પણ ધ્યાન રાખી શકતા હતા. એટલું જ નહીં આંખ બંધ કરતા તેમને ભૂતપ્રેત દેખાતા હોવાથી ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી. પોતાના મોત બાદ બાળકોનું શું થશે તેવા વિચારમાં તેણે બધાને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.
ગીતાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, હું મારા પતિને કહ્યાં કરતી કે મારે આ બધી પીડામાંથી બહાર નીકળી જવું છે. તમે ન હોવ ત્યારે છોકરા પાણી વગરના આંટા મારતા હોય છે. કોઈ એક બટકું રોટલો પણ આપે એમ નથી. આપણા બંને સિવાય તેમની પાછળ કોઈ નથી. હું ખાટલામાં પડી છું. હું ફક્ત હરી-ફરી શકું છું એટલું જ છે. પૈસાની ખૂબ તકલીફ હતી. બે ટંક ખાવાના પણ ફાંફા હતા. પાડોશીના ઘરેથી લોટ લઈને છોકરાઓને ખવડાવતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





