ભાવનગર;મંગળવાર;
ભાવનગર જિલ્લામાં રાજ્ય સરકાર આયોજીત તા. ૦૬ તથા ૦૭ એપ્રિલના રોજ ગુણોત્સવ-૦૮(૨૦૧૮) અંતર્ગત જિલ્લામાં રાજ્ય અને જિલ્લા કક્ષાનાં રૂટોમાં રાજ્ય કક્ષાનાં ૦૨ પદાધિકારીઓ તથા અધિકારીઓ ૧૩, જિલ્લા કક્ષાનાં અધિકારીઓ ૮૫ આમ કુલ ૧૦૦ રૂટોમાં રાજ્ય અને જિલ્લા કક્ષાનાં કુલ ૧૦૦ પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહી શાળાઓનાં ધોરણ-૦૮ સુધીનાં વિધાર્થીઓનું વાંચન, લેખન, ગણન થકી મુલ્યાંકન કરશે. જેનો સમય સવારે ૦૮/૩૦ થી બપોરના ૧૫/૩૦ સુધીનો રહેશે.
જિલ્લાની કુલ ૯૬૦ શાળાઓમાંથી ભાવનગર તાલુકાની ૯૦, ગારીયાધાર તાલુકાની ૬૨, ઘોઘા તાલુકાની ૭૨, જેસર તાલુકાની ૫૭, મહુવા તાલુકાની ૧૫૨, પાલીતાણા તાલુકાની ૧૧૪, શિહોર તાલુકાની ૧૨૪, તળાજા તાલુકાની ૧૫૪, ઉમરાળા તાલુકાની ૫૯, વલ્લભીપુર તાલુકાની ૬૬ પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. મીતાબેન જે. દુધરેજીયા, શિહોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિરલભાઈ યુ. વ્યાસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમનાં સુંદર આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.
આ કાર્યક્રમના જરૂરી મોનીટરીંગ અર્થે જિલ્લા પંચાયત કચેરી તથા સર્વ શિક્ષા અભિયાન કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયેલ છે.
એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"