ભાવનગર જિલ્લાના શિહોર ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં તા. ૦૪ એપ્રિલના રોજ પ્રવેશબંધી

0
60

ભાવનગર;
ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. આ ફાયરીંગ બટ ખાતે આગામી તા.૦૪/૦૪/૨૦૧૮ ના રોજ સી.આઇ.એસ.એફ. યુનીટ, ભાવનગર એરપોર્ટના વાર્ષીક ફાયરીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે સંદર્ભે શિહોરના સર્વે નં. ૨૮૨માં ફાયરીંગ બટના સ્થળની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તકેદારીના પગલારૂપે જાહેરનામુ બહાર પાડવા પોલીસ અધિક્ષક, ભાવનગરની કચેરીના પત્ર નં.૬૫/સીબી-૫/જા.નામુ/૧૦૫૪/૨૦૧૮, તા.૧૪/૦૩/૨૦૧૮થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામુ બહાર પાડવું જરૂરી જણાય છે.
સબબ જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(ફ) થી મળેલ અધિકારની રૂઇએ હું ઉમેશ વ્યાસ(જી.એ.એસ.), અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર આથી ફરમાવું છું કે, શિહોર ગામના સર્વે નં. ૨૮૨, શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનું ક્ષેત્રફળ હેકટર ૨-૧૯-૫૩ આરે માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરી ફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં આગામી તા.૦૪/૦૪/૨૦૧૮ ના રોજ કોઇપણ શખ્શે જવુ નહીં તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં. જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા થશે.

એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY