મુંબઈ,તા.૨૮
છેલ્લા લાંબા સમયથી સરકારી બેંકોની નાણાંકીય સ્થિતિ ઘણી ખરાબ ચાલી રહી હતી, જેને સુધારવા માટે આરબીઆઈએ એપ્રિલમાં તેના પર કેટલાંક પ્રતિબંધ લગાવ્યા હતાં. મોદી સરકારે હવે તે પ્રતિબંધમાં સંશોધન કર્યુ છે. પહેલા જમાકર્તા દ્વારા ૧૦૦૦ રૂપિયા સુધીની રોકડ સુધી મર્યાદિત કરવામાં આવી હતી, હવે આ મર્યાદામાં ખાતાધારકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.
આરબીઆઈએ એક જાહેરાતમાં કહ્યું કે દરેક બચત બેંક ખાતા, સાવધિ જમા ખાતા અથવા કોઈ અન્ય જમા ખાતામાં કુલ બાકી રકમના ૫૦૦૦ રૂપિયાથી વધુની રકમ આપી શકાતી નથી. આરબીઆઈએ વર્ષ પૂર્ણ થાય તેની પહેલા બેંક ખાતાધારકોને રાહત આપવાના વિષયમાં વિચાર કર્યો છે. જોકે, એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકને નાણાંકીય સ્થિતિમાં પર્યાપ્ત સુધારથી સંતુષ્ટ થવુ જાઈએ નહીં. પરંતુ સરકારને નવુ પગલુ ઉઠાવવુ જાઈએ. જેથી સરકારી બેંક પણ આગળ વધે.
૧૭ એપ્રિલે સરકાર દ્વારા કરાયેલા સંશોધનમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે કોઈ પણ સંપત્તિને વેચવા અથવા સ્થાળાંતરિત કરવા માટે કોઈ પણ દેવુ અથવા અગ્રણી બેંક દ્વારા કરી શકાય તેમ નથી. જોકે, હવે સરકાર તરફથી ખાતાધારકોને મોટી રાહત મળી છે. હવે લોકોએ પૈસા માટે પરેશાન થવુ પડશે નહીં. દેશના ખેડૂતોને પણ પોતાના રૂપિયા કાઢવા માટે આઝાદી મળી ગઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



