ભાવનગર આર.ટી.ઓ. કચેરીના પાંચ કર્મીઓને નાણાંકીય ગેરરીતી સંદર્ભે ફરજ મોકુફી હેઠળ મૂકાયા

0
38

રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર વિભાગ હેઠળની વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી દ્વારા તાજેતરમાં ભાવનગર સ્થિત આર.ટી.ઓ. કચેરીમાં કેટલીક અનિયમિતતા અને નાણાંકીય ગેરરીતીઓ આચરવા બદલ કુલ પાંચ ફરજરત કર્મચારીઓને તાત્કાલીક અસરથી ફરજમોકુફી હેઠળ મુકવામાં આવ્યાં છે જેમાં જનસંપર્ક અધિકારી શ્રી જે.એમ.ગાંધી, સિનિયર ક્લાર્ક શ્રીમતી એન.એ.પટેલ, શ્રીમતી કે.કે.મહેતા, શ્રી એમ.એન.રાઠોડ અને શ્રી બી.કે. બોરીચાને તાત્કાલીક અસરથી ફરજ મોકુફી હેઠળ મુકી તેઓની બદલી અલગ-અલગ સ્થળોએ કરી દેવાઇ છે એમ વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જણાવાયુ છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર વાહનવ્યવહાર કમિશનરશ્રી કચેરી મારફત આધુનિક સોફ્ટવેર દ્વારા સિલ્વર/ગોલ્ડ કક્ષાના વાહનો માટેના નંબરો ઇ-ઓક્શનથી ફાળવવાની પ્રક્રિયા અમલમાં છે. પરંતુ આ કર્મીઓએ તે મુજબની કાર્યવાહી કરી ન હતી અને પોતાના લોગ-ઇન આઇડીમાં ડેટા રીવર્ટબેક કરી અને વેચાણ કિંમતમાં સુધારો કરીને વસુલ કરવાપાત્ર રકમને બદલે ઉચ્ચક કરની આકારણી કરીને રાજ્યને આર્થિક નુકશાન પહોંચાડ્યુ છે જેને ધ્યાને લઇને રાજ્યની પારદર્શી સરકારે આ પારદર્શી નિર્ણય કર્યો છે.
વાહનવ્યવહાર કમિશનરશ્રીએ ઇ-ઓકશન મારફતે નંબરોની ફાળવણીમાં અનિયમિતતા ઉપરાંત, વાહનોના રજીસ્ટ્રેશનમાં વાહન-૪ સોફ્ટવેરમાં કુલ-૧૮૪ માંથી ૮૨ વાહનોનો કર ઓછો વસુલ કરી તે પૈકી ૪૭ વાહનોના રજીસ્ટ્રેશનની કામગીરી અન્વયે કોઇપણ જાતની ચકાસણી કર્યા વગર એપ્રુઅલ આપવાની કામગીરી, વાહનોના વેરીફીકેશન અને એપ્રુઅલ કરતી વેળાએ વાહનોનો ઓછો કર દર્શાવી કર વસુલાતમાં સરકારને નાણાંકીય નુકશાન કરવા જેવી ગેરરીતીઓ અને અનિયમિતતા આચરનાર આ કર્મીઓને ફરજ મોકુફી હેઠળ મુકી પારદર્શીતાનો પ્રયાસ કરાયો છે.
વાહનવ્યવહાર કમિશનરશ્રીએ આવી અનિયમિતતા અને ગેરરીતીઓને અટકાવવા માટે વાહન ૪.૦ સોફ્ટવેરમાં જે અધિકારી / કર્મચારીઓ યુઝર લોગઇન કરે છે તેની પદ્ધતિમાં કેટલોક ફેરફાર કર્યો છે તદનુસાર આર.ટી.ઓ. કચેરી અમદાવાદ, સુરત અને વડોદરામાં સવારે ૧૦ કલાકથી રાત્રીના ૮ કલાક સુધી કર્મચારી કામગીરી કરી શકશે જ્યારે અન્ય તમામ કર્મચારીઓ સવારે ૧૦ કલાકથી રાત્રીના ૭ કલાક સુધી કામ કરી શકશે. જો કોઇ કર્મચારીને ઉપરોક્ત સમયથી વધારે સમય માટે કામ કરવું હોય તો જે તે કચેરીના વાહન ૪.૦ સોફ્ટવેરના એડમીનીસ્ટ્રેટર, જે તે કર્મચારી માટે નિયત સમય વધારી શકશે.
જે તે કચેરીના વાહન ૪.૦ સોફ્ટવેરના એડમીનીસ્ટ્રેટરએ દરેક કર્મચારીના ડેટામાં જે તે કર્મચારીના આઇપી એડ્રેસની વિગતો દર્શાવવાની રહેશે. જે તે કર્મચારી ફકત તે જ કોમ્પ્યુટર સિસ્ટમ ઉપર કામ કરી શકશે. ઉપરાંત, જે તે કર્મચારીનો યુઝર આઇડી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલ હશે તો તે દરમિયાન જ તે મોબાઇલ નંબર વાહન ૪.૦ સોફ્ટવેરમાં દર્શાવેલ હશે તે મોબાઇલ નંબર ઉપર જ કર્મચારીના દરેક વખતનાં યુઝર લોગઇન વખતે ઓટીપી આવશે અને તેની મદદથી કર્મચારી પોતાનું યુઝર આઇ.ડી. લોગઇન કરી શકશે જેથી દરેક કચેરીના અધિકારીશ્રીએ અથવા વાહન ૪.૦ સોફ્ટવેરના એડમીનીસ્ટ્રેટરે દરેક કર્મચારીના મોબાઇલ નંબરની વિગત તથા અનુમતિ ફરજીયાત રીતે મેળવી લેવાની રહેશે અને તેજ મોબાઇલ નંબરની વિગત કર્મચારીના યુઝરની વિગત સાથે દર્શાવવાની રહેશે.
વાહનવ્યવહાર કમિશનરશ્રીની વડી કચેરી, ગાંધીનગર ઉપરાંત રાજ્યની તમામ આર.ટી.ઓ અને ચેકપોસ્ટ ઉપર ફરજીયાત તમામ કર્મીઓ પોતાની ફરજો નિષ્પક્ષ અને તટસ્થપણે બજાવે તે માટે આવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેમ વધુમાં જણાવાયુ છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY