ગાડી પાર્કિંગ મામલે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, ૩ ઈજાગ્રસ્ત

0
8

ભાવનગર,તા.૨૦
ભાવનગર પાસે પાલીતાણા નજીક વીરપુર ગામ આવેલું છે, જ્યાં મંગળવારની મોડી રાત્રે બે પરિવારો વચ્ચે કોઇ વાતને લઇને જૂથ અથડામણ થઇ હતી. આ ઘટનામાં જાણવા મળે છે કે વીરપુર માજી સરપંચ સાથે જૂની કોઇ વાતને લઇને અથડામણ થઇ હતી. સૂત્રો કહી રહ્યા છે કે ગાડી પા‹કગ બાબતે માથાકૂટ થતાં બન્ને જૂથો આમને સામને આવી ગયા હતા.
આ ઘટનામાં માજી સરપંચનું જૂથ અને એક અન્ય જૂથ વચ્ચે મારામારી થતા ગામની સ્થિતિ તંગ બની ગઇ હતી. ગામના બન્ને જૂથો હાથમાં લાકડીઓ, ધકા, સહિત અનેક જીવલેણ હથિયાર સાથે મારામારી થઇ હતી. આ ઘટનામાં બન્ને જૂથના ૩ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે માનસિંહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, ત્યારબાદ પોલીસે બન્ને જૂથો વચ્ચે દખલગીરી અને સમજાવટ કરીને મામલો શાંત પાડ્યો હતો. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY