ગોધરા કાંડના આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારાઈ

0
22

૨૦૧૮માં ૧૬ વર્ષ બાદ નાસતો ફરતો પાતળીયા પકડાયો હતો
ગોધરા,તા.૨૦
ગોધરા ટ્રેનકાંડના આરોપી યાકુબ પાતળીયાને સ્પેશિયલ સીટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. યાકુબને હત્યાની કોશિશ અને કાવતરૂ ઘડવાના ગુનામાં આ સજા ફટકારવામાં આવી છે.
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં ૫૯ કાર સેવકોને સળગાવવાના કેસમાં આરોપી યાકુબને સજા ફટકારાઇ છે. ટ્રેનના જી૬ કોચમાં આગ લગાવાઈ હતી. આ કેસમાં ગોધરા પોલીસે ૧૬ વર્ષ બાદ નાસતા ફરતા આરોપીને ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ઝડપ્યો હતો.
અગાઉ ગોધરાકાંડમાં ૩૧ આરોપીઓને કોર્ટે આજીવન કેદની ફટકારી હતી. યાકુબ સાથે હવે સજા થયેલ કુલ આરોપીની સંખ્યા ૩૨ એ પહોંચી છે. જ્યારે હાલ આરોપીની ઉંમર ૬૨ વર્ષ છે.
૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ અયોધ્યાથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના જી-૬ કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરી દીધો હતો. ટોળાએ જ્વલનશીલ પ્રવાહી છાંટીને ડબ્બાને સળગાવી દીધો હતો. જેમાં ૫૯ કાર સેવકોનાં મોત થયા હતા. આ ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા અને કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન ૧૦૦૦થી વધારે લોકો માર્યા ગયા હોવાનો અંદાજ છે.
આ કેસમાં અગાઉ ૩૧ વ્યકિતઓને ટ્રાયલ કોર્ટે ૨૦૧૧માં ગુનેગાર ઠેરવ્યા હતાં, જેમાંથી ૧૧ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. કોર્ટે ૬૩ લોકોને નિર્દોષ છોડી મુકવ્યા હતા. આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ કોર્ટે ૧૧ આરોપીઓની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી હતી, તેમજ ૬૩ લોકોને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY