ભાવનગર,તા.૧૦
ભાવનગરમાં ખાનીગ મીની બસને અકસ્માત નડ્યાની ઘટના બની છે. સોમવારે બપોર પછી બનેલી આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ૩૦ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે વલભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને બચાવની કામગીરી હાથધરી હતી. આશરે ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને નજીકની વલભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ભાવનગરના વલભીપુર ચમરાડી પાસે સોમવારે બપરોના સમયે ખાનગી મીની બસ આશરે ૩૦થી વધારે મુસાફરો સાથે પસાર થઇ રહી હતી. ત્યારે મીની બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા નાળામાં ખાબકી હતી. જેના પગલે બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.
આ ઘટનામાં ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા. જ્યારે ૩૦ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને વલભીપુર સરકારી હોસ્પિટલ મોકલ્યા હતા. સ્થળ ઉપર ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે તોબડતોબ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતાં પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને આગળની કામગીરી હાથધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





