ન્યુ દિલ્હી,તા.૨૧
દેશની રાજધાની દિલ્હીમાં ગુનાઓ સામાન્ય બનતા જાય છે દર વર્ષે અપરાધોની સંખ્યામાં થતા વધારાએ દિલ્હીની સાચી પરિસ્થિતિની પોલ ખોલી નાંખી છે. આજે સવારે ૧૧ વાગ્યે બનેલી ઘટનામાં નોઇડાના થાના સેક્ટરમાં સ્થિત નેશનલ બેન્કની લૂંટ કરવાના પ્રયાસમાં બેન્કના બે ગાર્ડને ગંભીર રીતે ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો હતો.
પીએનબીની બ્રાન્ચમાં લૂંટના ઇરાદાથી આવેલા ઇસમોએ બે ગાર્ડ મુકેશ અને મુદ્રિકાના માથામાં લોખંડના સળિયાના ઘા કરતા ગંભીર રીતે ઘવાયેલા બન્ને ગાર્ડને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ અપરાધીઓ તે પહેલાં ભાગવામાં સફળ રહ્યા હતા. જા કે તેમનો લૂંટ કરવાનો ઇરાદો નિષ્ફળ ગયો હતો પરંતુ બેન્કના બે ગાર્ડોએ તેમનો જીવ ગુમાવ્યો હતો. આ મામલાની તપાસમાં પોલીસના હાથે કોઇ પણ કડી લાગી નથી. હાલમાં તપાસ હેઠળ શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




