સની લિયોન અર્જુન પટિયાલા ફિલ્મમાં ખાસ રોલમાં દેખાશે

0
253

મુંબઇ,તા. ૨૩
બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને હાલમાં ભારતમાં સૌથી લોકપ્રિય સેલિબ્રિટી પૈકી એક સની લિયોન વધુ એક ફિલ્મમાં નજરે પડનાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ સની લિયોન હવે દલજીત દોસાન્જ, કૃતિ સનુન અને વરૂણ શર્મા અભિનિત ફિલ્મ અર્જુન પટિયાળા નામની ફિલ્મમાં દેખાશે. આ કોમેડી ફિલ્મ પર કામ ચાલી રહ્યુ છે. સની લિયોન પહેલા પણ શાહરૂખ ખાનની ફિલ્મ રઇસ અને અજય દેવગનની ફિલ્મ બાદશાહોમાં નજરે પડી હતી. આમાં પણ તે ડાન્સ નંબરમાં જાવામ ળનાર છે. સમગ્ર ફિલ્મને લઇને નજર રખી રહેલા લોકોનુ કહેવુ છે કે સની લિયોન દલજીત સાથે ડાન્સ નંબર પર ઝુમતી નજરે પડનાર છે. જુલાઇના પ્રથમ સપ્તાહમાં આ ડાન્સ ટ્‌ેકનુ શુટિંગ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ સુધી શુટિંગ ચાલશે. મુંબઇમાં આ ડાન્સ ટ્રેક માટે ખાસ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે. વિજય ગાંગુલી દ્વારા કોરિયોગ્રાફી કરવામાં આવનાર છે. ફિલ્મમાં અન્ય ગીતો માટે પણ તે જ કોરિયોગ્રાફી કરનાર છે. દલજીત ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ુનજરે પડનાર છે. તે કોમેડી પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. વરૂણ શર્મા તેના સહાયકની ભૂમિકામાં છે.કૃતિ સનુન ફિલ્મમાં રિપોર્ટરની ભૂમિકા અદા કરી રહી છે.ઝિશાન કાદરી પણ ઉપયોગી ભૂમિકા અદા કરી રહ્યો છે. નિર્માતા દિનેશ વિજયને માહિતી આપતા કહ્યુ છે કે સની લિયોનની ભૂમિકા બેબી નરૂલા તરીકેની છે. જે બ્યુટી પાર્લરની માલિક તરીકે છે. સની લિયોન ફિલ્મમા નાની પરંતુ ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. ચંદીગઢમાં ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યા બાદ રોહિત જુગરાજ મુંબઇમાં શુટિંગ હાથ ધરનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ ફિલ્મને વહેલી તકે પૂર્ણ કરીને ૧૩મી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવી શકે છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY