ભાવનગરમાં માતા-દિકરીએ પિતાની હત્યા કરી

0
9

ભાવનગર,તા.૨૫
જિલ્લાના તળાજા નજીકના નવી દેવલી ગામે બપોરના સુમારે પોતાના ઘરમાં જ સળગેલી હાલતમાં મળેલી લાશનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઈ ગયો છે. જેમાં માતા સાથે મળીને દીકરીએ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બન્નેએ તેમના મૃતદેહને સળગાવી નાખ્યો હતો. ત્યારબાદ મા-દીકરી બન્ને તળાજા પોલીસ મથકે હાજર થઈ ગયા હતા.
બનાવની મળતી વિગતો અનુંસાર મૂળ શિહોરના દેવગણા ગામના જેરામભાઈ જળેલા નાનપણથી જ તેમના મોસાળ દેવલી ગામમાં રહેતા હતા અને નાનીમાંની જમીન મળી હોય તેમા ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. પંદરેક વર્ષ પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા તેમના પત્ની બાળકો સાથે તેમના પીયર રહેવા ચાલ્યા ગયા હતા. ત્યારબાદ દીકરી ઉમર લાયક થતા વડીલોની સમજાવટના કારણે જેરામભાઈની પત્ની બાળકો સાથે તેમના પતિ સાથે રહેવા આવી ગયા હતા. તે દરમિયાન પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો થતા દીકરી આરતીએ જેરામભાઈના માથાના ભાગે લાકડાના કટકાનો પ્રહાર કરતા તેઓ મોતને ભેટ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY