અખંડ ભારત નિર્માણ કરનાર સરદાર પટેલની પ્રતિમા જોવા સરકાર પ્રવાસીઓમાં ભાગલા પાડે છેઃ પ્રવાસીઓ
કેવડિયા,તા.૨૫
કેવડિયા સ્થિત ઓફ યુનિટી જાવા માટે ૧ હજાર રૂપિયાની એક્સપ્રેસ એન્ટ્રી શરૂ કરાઇ છે. જાકે તેની સામે પ્રવાસીઓમાં રોષ જાવા મળી રહ્યો છે. પ્રવાસીઓનું કહેવુ છે કે, અખંડ ભારત નિર્માણ કરનાર સરદાર પટેલની પ્રતિમા જાવા માટે સરકાર પ્રવાસીઓમાં ભાગલા પાડે છે. બીજી તરફ એક્સપ્રેસ ટિકિટ ખરીદીને સ્ટેચ્યુ જાવા માટેની સંખ્યા નહિવત જાવા મળી રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લૂકાર્પણ બાદ ટિકિટને લઈને વિવાદ ચાલતો આવ્યો છે. સરકારે ૫૦૦ રૂપિયા શરૂઆતમાં ટિકિટ રાખવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેચ્યુના જાવુ હોય તો, ટેન્ટ સિટી પર જવું હોય તો, એકલો નર્મદા ડેમ જાવો હોય તો આવા અનેક પ્રશ્ન ઉભા થતા આવ્યા હતા. જેને લઈને સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સમિતિ દ્વારા ૩૦ રૂપિયા બસ, ૧૨૦ રૂપિયા એન્ટ્રી અને ૩૫૦ રૂપિયામાં સ્ટેચ્યુ, નર્મદા ડેમ અને ફ્લાવર ફ વેલી, રિવરબેડ પાવર હાઉસ માટે ફી નક્કી કરી હતી. જાકે હવે એક્સપ્રેસ એન્ટ્રી શરૂ થતાં નવો વિવાદ ઉભો થયો છે. એક્સપ્રેસ એન્ટ્રી માટે ૧ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જેને લઈને પણ પ્રવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ૧૭ નવેમ્બરથી એક્સપ્રેસ એન્ટ્રીની શરૂઆત થઇ હતી. પહેલા દિવસે માત્ર ૯૫ પ્રવાસીઓએ આ એક્સપ્રેસ એન્ટ્રીની ૧ હજાર રૂપિયાવાળી ટિકિટ લીધી હતી, જાકે એ દિવસે કુલ પ્રવાસીઓ ૧૧,૬૨૧ હતા. આમ માત્ર ૧ ટકા પ્રવાસીઓએ પણ આ ટિકિટ લેવામાં સંમતિ દર્શાવી નહોતી. આજે ૮ દિવસમાં માત્ર ૧૭૪૯ પ્રવાસીઓએ એક્સપ્રેસ એન્ટ્રી લીધી છે. આમ એક્સપ્રેસ એન્ટ્રીથી પ્રવાસીઓ નારાજ થઇ રહ્યા છે. પ્રવાસીઓ કહે છે કે, અલગ-અલગ એન્ટ્રીથી સરકાર ભેદભાવ ઉભો કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






