ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યા

0
30

ભાવનગર,તા.૫
ભાવનગરના ઘોઘાના હાથબ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં હાથબ ગામના બે આશાસ્પદ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત નીજ્પ્યા છે જ્યારે એક ને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જે યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજતા પરિજનોમાં શોકનું મોજુ ફરી વળેલ. ઘટનાનાં પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
ભાવનગરના ઘોઘા નજીકના હાથબ ગામના બે વિદ્યાર્થીઓ અશ્વિન ભરતભાઈ બારૈયા અને મહેશ રાજુભાઈ બારૈયા તેમજ અન્ય એક વિધાર્થી મળી ત્રણેય બાઈક પર ભાવનગર શામળદાસ કોલેજ આવી રહ્યા હતા ત્યારે ગામની બહાર નીકળતા જ એક ડમ્પર ચાલકે બાઈક અને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થઇ હતી, આ ઘટનાની જાણ ગામ લોકોને થતા તેઓએ તાકીદે ૧૦૮ને ફોન કરી ત્રણેયને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જા કે હોસ્પિટલ પહોચતા ડોકટરે અશ્વિન અને મહેશ ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ હોય તેની તાકીસે સારવાર શરુ કરવામાં આવી હતી. જા કે ગંભીર રીતે ઘાયલ અન્ય યુવાન કે જે ભાવનગર સરકારી હોસ્પિટલ સારવાર દરમ્યાન મોત નીપજતા પરિજનોમાં શોકનું મોજું ફરી વળેલ.
આ અકસ્માતમાં ત્રણ યુવકનાં મોત થતા સમગ્ર ઘટનાના પગલે નાનકડા એવા હાથબ ગામમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું. યુવકોના મોતના પગલે ભાવનગર હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY