કન્ડકટરનાં ખોટા દસ્તાવેજ ઉભા કરી બદલી કરાતા ખળભળાટ

0
12

મહિસાગર,તા.૫
મહીસાગર જીલ્લાના બાલાસિનોરના વડદલા ગામના રહેવાસી પરમાર તુલસીભાઈ જવાનસિંહને સરકાર દ્વારા તારીખ ૧૬ઃ૧૦ઃ૨૦૧૭ના રોજ રાજકોટ ડેપોમાં નિમણુક કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૩ઃ૧૦ઃ૨૦૧૭ના રોજ નોકરી પર હાજર થયેલ ત્યાર બાદ એક વર્ષ નોકરી કરી અને અચાનક બદલીનો લેટર આવ્યો હતા. જેમાં વનત, નામ અને સહી પણ ખોટી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જેમાં બદલી કરવા માટે સરકારના નિયમ મુજબ ઓનલાઇન અરજી આપવાની હોય છે. ત્યારે બાદ બદલી થાય અથવા કોઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવે તો બદલી થાય છે. જાકે રાજકોટના એસટી કર્મચારી દ્વારા ન તો અરજી કરાઈ છે, ના કોઈ ગુનાહિત કૃત્ય. તેમ છતાં બારોબાર બદલી કરાઈ છે.
રાજકોટ એસટીમાં નોકરી કરતા કર્મચારીને મસ મોટું પેકેજ લઈ અથવા તો પોતાના મળતીયાને મન ગમતી નોકરી આપવા માટે અરસ પરસ બદલી કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં પરમાર તુલસીભાઈ જવાનસિંહને રાજકોટથી જુનાગઠ બદલી કરવામાં આવી છે. જે બદલી લેટરમાં નામ પણ ખોટું વતન પણ ખોટું અને બદલી પણ ખોટી કરવામાં આવી છે.
જેમાં રજીસ્ટર સંદર્ભ નમ્બર ૧૦૫૭ તારીખ ૨૭ : ૦૨ઃ૨૦૧૮ ના રોજ બદલી કરવામાં આવી અને ત્યાર બાદ એસટી કર્મચારીના ધ્યાન પર આવતા કર્મચારી દ્વારા એસટી વિભાગના અનેક અધિકારીના સંપર્ક કરવા છતાં ન તો રજીસ્ટરમાં નમ્બર મળ્યો કે ના માહિતી. આ પીડિત અધિકારી દ્વારા જાહેર માહિતી આયોગ દ્વારા માહિતી માંગવામાં આવી પણ સુધી માહિતી મળતી નથી. કર્મચારીનો આરોપ છે કે મારી અરસ પરસ બદલીમાં મોટું પેકેજ લઈ મારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY