જાન્હવીને નોર્વેનો ડેબ્યુ એવોર્ડ મળશે

0
4

મુંબઈ,તા.૧૦
હોનહાર અભિનેત્રી જાન્હવી કપૂરને નોર્વેનો એક નવોદિત પ્રતિભાને બિરદાવતો એવોર્ડ આપવાની જાહેરાત નોર્વેના કોન્સ્યુલેટ જનરલે કરી હતી.
બેસ્ટ મરાઠી ફિચર ફિલ્મનો એવોર્ડ મેળવી ચૂકેલી પ્રિયંકા ચોપરાના બેનર તળે બનેલી ફિલ્મ સૈરાટ પરથી ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરે હિન્દીમાં ધડક નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટર ચમકિયા હતાં. ફિલ્મને સારી એવી સફળતા મળી હતી. હાલ જાન્હવી કરણ જોહરની જ અન્ય ફિલ્મ કરી રહી છે.
રાયલ કોન્સ્યુલેટ જનરલ આૅફ નોર્વેએ કહ્યું હતું કે લલિત કલાઓ (પફોર્મિંગ )ના ઊગતા કલાકારો માટેનો આ વર્ષના એવોર્ડ માટે અમે જાન્હવી કપૂરની પસંદગી કરી છે. ૨૦૧૯ના પૂર્વાર્ધમાં યોજાનારા એક સમારોહમાં જાન્હવીને આ એેવોર્ડ એનાયત કરાશે. આ પ્રસંગે એક નોર્વેજિયન હિટ ફિલ્મ પણ રજૂ કરાશે. તેમણે કહ્યું કે ભારત સાથે ફિલ્મોના આદાન પ્રદાન માટેની નવી કડી સ્થાપવાના અમારા પ્રયાસ રૃપે અમે આ પગલું ભરી રહ્યાં છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY