જન્મેલા બાળકને મૃત સમજી દફનાવાય તે પહેલા જ ૧૦૮ની ટીમે જીવ બચાવ્યો

0
112

સુરત,
તા.૧૩/૦૩/૨૦૧૮

આપણે ત્યાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે.. આ કહેવતને ૧૦૮ની ટીમે ચરિતાર્થ કરી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ઓલપાડના નરથાણ ગામે મજૂરીકામ કરતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એકાદ દિવસ સુદી નવજાતમાં કોઈ જ જાતની એક્ટવિટી કે હલનચલન ન દેખાતાં પરિવારે બાળક મૃત હોવાનું માનીને દફનાવવાની તૈયારી કરી દીધી હતી. આ દરમિયાન ૧૦૮ની ટીમને ફોન કરાતાં ઈએમટી અને પાયલોટે વાપરેલી સુઝબુઝથી નવજાતમાં ફરી પ્રાણ ફુંકાયાનું સામે આવ્યું છે.

ઓલપાડ વિસ્તારમાં આવેલા નરથાણ ગામમાં રહેતા રવિના મેરૂન ભીલ (ઉ.વ.આ.૨૦)નાએ પ્રથમ પ્રસૂતિમાં બાળકને જન્મ આપ્યો હતો. જા કે, બાળકના જન્મની સાથે જ નવજાતમાં જીવનના કોઈ જ લક્ષ્ણ દેખાયા નહોતા. રવિવારે બાળક જન્મયું અને એકાદ દિવસ સુધી બાળકમાં કોઈ હલનચલન નહોતું તથા તેનામાં અન્ય નવજાતની જેમ કોઈ જ રડવાના કે અન્ય લક્ષ્ણો નહોતાં. જેથી બાળક જન્મની ખુશી ગમમાં ફેરવાઈ ગઈ હતી.અને સોમવારે સાંજે તેને દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી.

૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી શબ્બીર અને પાયલોટ સુખદેવની પ્રશંસનિય કામગીરીથી બાળકનો જીવ બચ્યો હતો. તાત્કાલિક સુઝબુઝથી બાળકને સારવાર આપવાની સાથે સમય વ્યતિત કર્યા વગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જેથી નવજાતના માતાપિતાએ ૧૦૮ની ટીમનો આભાર માન્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY