ભરૂચ શહેરના જનતા માર્કેટમાં એલસીબીનો છાપો : રૂ.૭,૪૯,૦૦૦/-ના મોબાઈલ કબ્જે કર્યા

0
1986

ભરૂચ:
ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા મિલકત સંબંધી ગુન્હા શોધવા ની સુચના પ્રમાણે એલસીબી પીઆઇ તરડેની ટિમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં આવેલ જનતા માર્કેટ-2 ખાતે આમોદના કોલવણા ગામે રહેતા હારૂન હનીફ ચોકીવાલાને પંચો સમક્ષ પૂછતાં જણાવ્યું કે સેલ સેન્ટર મોબાઈલની દુકાન તેનીજ છે અને તે જાતેજ ચલાવેછે . જેથી એલસીબી સ્ટાફે દુકાનની તલાશી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડના ૧૯ નંગ મોબાઈલ મળી આવ્યા હતા જે બાબતે મોબાઈલના બિલ વિગેરેની પૂછપરછ કરતા અંતોષકારક જવાબ અને મોબાઈલના બિલ રજૂ ન કરતા એલસીબી ના પોસઇ. ચવ્હાણ અને ઇસરાની એ સદર મોબાઈલ ચોરીના કે અન્ય રીતે છેતરપિંડીથી મેંળવેલ હોવાની શંકાના આધારે કુલ ૧૯ નંગ મોબાઈલ જેની અંદાજીત કિંમત ૭,૪૯,૦૦૦/-આંકી સીઆરપીસી ની કલમ ૧૦૨ મુજબ કથિત મોબાઈલ રાખનાર હારૂન ચોકીવાલા ની અટકાયત કરી મુદ્દામાલ ૪૧(૧) ડી મુજબ કબ્જે લઈ એ.ડીવી.પો સ્ટે. માં એન્ટ્રી કરાવી હતી.જેની તપાસના કાગળો એલસીબી તરફ રવાના કરવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં પરદેશથી એનઆરઆઈઓ ની અવરજવર રહેતી હોય જેઓ પરદેશથી આવતા ટિકિટ ખર્ચ કે અન્યોને પાછા જતી વખતે ભેટ પણ આપતા હોય છે આવા મોબાઇલ દૂકાનો પર વેચાતા હોવાની શંકા નકારી ન શકાય. અને અન્ય ગ્રે-માર્કેટમાંથી આવા મોબાઈલો આવતા હોવાની દિશામાં પણ જો પોલીસ તપાસ થાય તો એક ગ્રે-માર્કેટના મોટા રેકેટનો પર્દાફાશ થાય તો નવાઈ નહીં, જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે ઊંડાણથી તપાસે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY