પટના,તા.૧૩
બિહારના મુઝફફપુરમાં શ્રાવણ મહિના ત્રીજા સોમવારે સવારે-સવારે ગરીબનાથ મંદિરમાં જળાભિષેક દરમિયાન ભાગદોડ મચી જતાં ઘણા બધા કાવડિયા સહિત ૨૫ લોકો ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશથાય છે.
આજે શ્રાવણ મહિના ત્રીજા સોમવાર હોય મંદિરમાં ભારે ભીડ જાવા મળી. ઉલ્લેખનીય છે આ મંદિરમાં શ્રાવણ મહિનામાં લાખો લોકો દર્શને અહીં આવે છે. બિહાર સરકાર શ્રાવણ મહિના દરમિયાન શ્રધ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવાના તમામ દાવા કરતી હતી. પરંતુ સોમવારે સવારે થયેલી આ દૂર્ઘટના બાદ તંત્રની પોલ ખુલી ગઇ હતી.
મુઝફ્ફરપુરના હરિસભા ચૌક પાસે ભાગદોડ મચી ગઇ હતી. આ દૂર્ઘટના જળાભિષેક દરમિયાન થઇ જેમાં ૨૫ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને મુખરજી સેમિનરી સ્થિ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. જ્યારે ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કાવડિયાને સતત શાંતિપૂર્વક જળાભિષેક કરવા અપીલ કરી રહ્યાં છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




