ન્યુ દિલ્હી,તા.૧૩
પાકિસ્તાને સ્વતંત્રતા દિવસ પહેલા સદ્ભાવના દેખાડતા ૨૭ માછીમારો સહિત ૩૦ ભારતીયોને આજે જેલમાંથી મુક્ત કરી દધા છે. વિદેશના એક પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે એક નિવેદનમાં કહ્યું હતુ કે કેદિઓની મુક્તિ ‘માનવીય મુદ્દાઓનું રાજનીતિકરણ નહીં કરવાની પાકિસ્તાનની અટલ નીતિ અનુસાર કરવામાં આવી છે.’
નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે જે ૩૦ કેદિઓને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં ૨૭ માછીમારો શામેલ છે. તેઓએ કહ્યું,’આ ૧૪ ઓગસ્ટે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ મનાવવાનો માનવીય ભાવ છે.’ તેઓએ કહ્યું, ‘અમને આશા છે કે ભારતીય પક્ષ પણ આ પ્રકારનો વ્યવહાર બતાવશે.’
દેશના ઉચ્ચતમ ન્યાયાલય સમક્ષ જૂલાઈમાં સોંપવામાં આવેલી એક સરકારી રિપોર્ટ અનુસાર, ૪૧૮ માછીમારો સહિત ૪૭૦ ભારતીય પાકિસ્તાની જેલોમાં બંધ છે. કાલે પાકિસ્તાનના સમુદ્રી ક્ષેત્રમાં કથિત રીતે માછલી પકડવા માટે માછીમારોની ઘરપકડ કરવાની ખબર આવી હતી.
તેઓને કરાચીની માલિર જેલમાંથી કેન્ટ રેલવે સ્ટેશન લઈ જવાયા અને હવે લાહોર લઈ જવામાં આવશે. માછીમારોને વાઘા સરહદ પર ભારતીય સરહદી અધિકારીઓને સોંપવામાં આવશે. અરબ સાગરમાં સમુદ્રી સરહદનું સ્પષ્ટ સીમાકરણ ન હોવાના કારણે પાકિસ્તાન અને ભારત અવારનવાર માછીમારોની ધરપકડ કરે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



