ભ્રષ્ટાચાર મુક્ત ભારત નહીં પરંતુ ભય મુક્ત ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે : રાજીવ સાતવ

0
30


અમદાવાદ,તા.૧૪
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આજે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર આકરાં પ્રહાર કર્યા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર મીડિયા સાથે વાત કરતા તેમણે ભાજપ સરકાર ઉપર વિજય માલ્યા, નિરવ મોદી, લલિત મોદી, મગફળીકાંડ જેવા વિવિધ મુદ્દાઓને લઇને પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સંસદ ભવનથી વિજય માલ્યા ભાગ્યો ત્યારે સરકાર જોતી રહી હતી. હજારો કરોડો રૂપિયાનો ચુનો લગાડનારને ભગાડવા માટે સરકારે મદદ કરી હતી. સાથે સાથે ભાજપ સરકાર ગુજરાતની વિધાનસભા ભંગ કરવા ઇચ્છતી હોય તે એની જાહેરાત કરે એમ પણ કહ્યું હતું. ઉલ્લેખનિય છે કે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આજે મંગળવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા હતા.
રાજીવ સાતવેએ ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપનો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનું સુત્ર હતું. તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત હતો. જોકે, ભય મુક્ત ભ્રષ્ટાચાર કેન્દ્રમાં અને રાજ્યોમાં થઇ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી દેશમાં અને આ પ્રદેશમાં જે જે મામલાઓ સામે આવ્યા છે. જેવી રીતે વિજય માલ્યા સંસદ ભવનથી ભાગ્યો ત્યારે સરકાર જોતી રહી હતી. નિરવ મોદીનો કેસ હોઇ શકે છે, લલિત મોદીનો કેસ હોઇ શકે છે. હજારો કરોડો રૂપિયાનો ચુનો લગાડીને ભગાડવા માટે સરકારે મદદ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના જે જે મુદ્દાઓ અત્યારે સુધીમાં સામે આવ્યા છે. એની સામે સરકારે કોઇ પગલાં લીધા નથી. દેશમાં સૌથી મોટા ભ્રષ્ટાચારની વાત કરીએ તો રાફેલ વિમાન ડીલ ગણી શકાય છે. જે કંપનીને રમકડાં બનાવવાનો અનુભવન નથી તેને લડાકુ વિમાન બનાવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY