આજથી અમદાવાદથી ઉપડતી ૧૮ ટ્રેનોનો બદલાશે સમય

0
9

કેટલીક ટ્રેનનો સમય ૫થી૧૫ મિનિટ મોડી કરાઈ
અમદાવાદ,તા.૧૪
૧૫મી ઓગસ્ટથી રેલવેએ અનેક ટ્રેનોનો સમય બદલાઇ જશે. ઉત્તર રેલવેના નવા સમય પત્રક પ્રમાણે ૩૦૦થી વધારે ટ્રેનોનો સમય બદલાઇ જશે. આ ઉપરાંત પશ્ચિમ રેલવેમાં અમદાવાદથી ઉપડતી ટ્રેનો પણ નવા સમય પત્રક મુજબ દોડશે. જેમાં અમદાવાદની ૧૮ ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતા ૫થી ૩૫ મિનિટ પહેલા ઉપડશે. અમદાવાદની કેટલીક ટ્રેનનો સમય ૫થી ૧૫ મિનિટ મોડી કરાઈ છે. રેલવે દ્વારા ૧ જુલાઈથી નવું સમયપત્રક લાગુ કરાય છે.
રેલવે નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ સામાન્ય જનતાની જાણકારી માટે માહિતી આપવામાં આવે છે કે ઉત્તર રેલવેના નવા સમય પત્રક ૧૫ ઓગષ્ટથી લાગુ થશે. નિવેદનમાં યાત્રીઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ મુસાફરી કરતા પહેલા એકવાર ટ્રેનના સમયની તપાસ કરી લે.
જો તમે ટ્રેનની મુસાફરી કરવાના છો તો તમે એકવાર રેલવેના હેલ્પલાઇન નંબર ૧૩૯ પર કોલ કરીને પોતાની ટ્રેનનો સમય જાણી શકો છો.
કઇ ટ્રેનોના સમય બદલાશે
અમદાવાદ હરિદ્વાર યોગા એક્સપ્રેસ સવારે ૧૦.૦૫ના બદલે ૯.૫૫ વાગે ઉપડશે.
બાંદ્રા – મહુવા, સૂર્યનગરી એક્સપ્રેસ, જોધપુર – વલસાડ, સાબરમતી એક્સપ્રેસ, ભુજ – બાંદ્રા એક્સપ્રેસ નિર્ધારિત સમય કરતા ૧૦ મિનિટ વહેલા ઉપડશે.
વડોદરા – અમદાવાદ, ભુજ – બાંદ્રા, ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ સહિતની ટ્રેન.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY