મુંબઈ/ન્યુ દિલ્હી,તા.૧૭
ભોજપુરી ફિલ્મોના સફળ અભિનેતા-ગાયક અને ભાજપના નવી દિલ્હીના નેતા મનોજ તિવારીએ રવિવારે પાટનગરના ગોકલપુર વિસ્તારમાં કોઇના ઘરનું તાળું તોડયું એની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર ફરતી થઇ હતી.
જા કે મનોજે એવો દાવો કર્યો હતો કે આ મકાન ગેરકાયદે હતું અને એને તોડી પાડવાનું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એમ કહીને લોકોને ગેરમાર્ગે દેરી રહ્યા કે આ મકાન કાયદેસર છે. જા કે સોશ્યલ મિડિયા પર મનોજની આકરી ટીકા થઇ હતી કે ગેરકાયદે હોય તો પણ તમે કાયદો શી રીતે હાથમાં લઇ શકો ? ઘરનું તાળું તોડવાનો અધિકાર તમને કોણે આપ્યો ?
એક વાત એવી હતી કે આખી કોલોની ગેરકાયદે હતી તો ફક્ત એક ઘરને શા માટે સીલ મારવામાં આવ્યું હતું ? મનોજે આ મુદ્દા પર ભાર મુક્યો હતો અને એવી દલીલ કરી હતી કે જ્યારે આખી કોલોની ગેરકાયદે છે તો દિલ્હી સરકારે ફક્ત આ એક ઘરને શા માટે સીલ કર્યુ હતું ? મેં સીલબંધ ઘરનું તાળું તોડીને કોઇ ગુનો કર્યો નથી. હકીકતમાં હું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના દંભને ખુલ્લો પાડવા માગતો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





