જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા કામરેજના મોરથાણ ગામે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
18

જીલ્લા પંચાયતના  આયુર્વેદ શાખાના કામરેજ તાલુકાના આસ્તા ગામના આર્યુવેદ દવાખાનાના  મેડીકલ ઓફિસર ડો. ઘનશ્યામ ભાઈ પટેલ  અને  જીલ્લા પંચાયત  આયુર્વેદ શાખા બહુમાળી ભવન સંયુકત ઉપક્રમે  તા.૨૧મી જુનની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન કામરેજ તાલુકાની મોરથાણા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડોકટરશ્રી ધનશ્યામભાઈએ  વર્તમાનમાં યોગ  નું મહત્વ સમજાવીને યોગનાં આંઠ અંગો યમ થી સમાંધી સુધી પહોચી શકાય તેમજ રોજ બરોજ જીવનમાં યોગથી  કાયમી સ્વસ્થ  રહી શકાય તેની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે સુક્ષ્મ વ્યાયામ  વિવિધ  આસનો, પ્રાણાયામ દ્વારા બાળકોને આસન કરવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગામના નાગરિકો શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY