ભુજ તાલુકાના માધાપર ભુજોડી વચ્ચે આવેલ હર્ષિલ પાર્ક સોસાયટી માંથી ધોળા દિવસે ૩.૧૩ લાખની ઘરફોડીથી પોલીસ માં દોડધામ

0
31

ભુજ તાલુકાના માધાપર ભુજોડી વચ્ચે ગ્રીનસીટી પાસે આવેલી હર્ષિલ પાર્ક સોસાયટી માં માત્ર અડધા કલાકમાંજ મોટી ઘરફોડી થઇ જતા પોલીસ તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી ત્યારે ઘર માલિક કુલદીપાબેન દિપક આશર ઉ.વર્ષ.૩૩ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવીને કહ્યું હતુંકે તેમના પતિ દીપકભાઈ દરોજની જેમ સવારના વહેલા ખાવડા ખાતે હેલ્પલાઇન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દવાખાનું ચલાવતા હોઈ નીકળી જાયછે અને તેના બે સંતાનો સવારના સમયે સ્કૂલ ચાલ્યા જાયછે ત્યારે સવારના પોતાની નજીક રહેતી તેની ફ્રેન્ડના ઘરે સવારે ૧૧ કલાકે ઘરને તાળું લગાવીને મળવા ગયા હતા ત્યારે પરત ફરી જોયું તો પાછળનો દરવાજો ખુલ્લો હતો ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ તેના ઘરમાં રહેલ ૨.૫૩ લાખ સોના ચાંદીના દાગીના તેમજ રૂપિયા ૬૦,૦૦૦ રોકડ એમ કુલ ૩.૧૩ લાખની ઘરફોડી કરી ગયો હતો ત્યારે આ મોટી રકમની ઘરફોડીનો બનાવ સવારના ૧૧ થી ૧૧:૩૦ વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ ઘટનાને અંજામ આપનાર કોઈ જાણભેદુ હોય તેવી શંકા વ્યક્ત કરાઈ હતી ત્યારે બી ડિવિઝન પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી આગળની કાર્યવાહી ચલાવી રહી છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY