મુંબઈ બાદ હવે પૂણેમાં ભડક્યુ મરાઠા અનામત આંદોલન

0
10

મુંબઈ,તા.૨૬
મહારાષ્ટ્રમાં આરક્ષણની માંગને લઈને ફરી એક વખત મરાઠા આંદોલન વેગવંતુ બન્યુ છે. પહેલા મુંબઈ બાદ હવે મહારાષ્ટ્રના બીજા મોટા શહેર પૂણેનો વારો આવ્યો છે.
પૂણેમાં મરાઠા ક્રાંતિ મોરચાએ રેલવે ટ્રેક જામ કરી દીધો છે. બીજી તરફ મુંબઈ પૂણે હાઈવે પર પણ ચક્કા જામ કરવામાં આવ્યો છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સીએમ ફડનવીસે મંત્રી મંડળની એક બેઠક પણ બોલાવી છે. સીએમ અગાઉ અનામત માટે મરાઠા સમુદાય સાથે વાત કરવાની તૈયારી બતાવી છે.
ફડણવીસનુ કહેવુ છે કે અનામત માટે સરકારે તો કાયદો બનાવ્યો હતો પણ હાઈકોર્ટે તેના પર રોક લગાવી હતી.
મરાઠા ક્રાંતિ મોર્ચા’ના મતે, જા સરકારે મરાઠાઓના પક્ષમાં યોગ્ય નિર્ણય ના લીધો તો જન આક્રોશ આખા મહારાષ્ટ્રમાં અશાંતિ ફેલાવી દેશે. તેના જવાબદાર માત્રને માત્ર મુખ્યમંત્રી હશે. મરાઠાઓએ પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે વાતચીત કરવી નથી. સીએમના વાતચીતના પ્રસ્તાવને બુધવારે મરાઠા સમાજે ઠુકરાવી દીધો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY