સવાસો વર્ષથી વધુ ઉંમરના મહાકાળી આશ્રમના પૂજ્ય મહંત દયાનંદગિરી બાપુના મુખ્યમંત્રી રૂપાણીએ આશીર્વાદ મેળવ્યા


ગત રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હળવદ તાલુકાની મુલાકાતે આવ્યા હતા, તેઓ હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમે યોજાયેલ દેવી ભાગવત કથામાં મહેમાન બન્યા હતા. સીએમએ મહાકાળી આશ્રમના પૂજ્ય મહંત દયાનંદગિરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા અને કથામાં બાપુનું મુખ્યમંત્રીએ વિશેષ સન્માન કર્યું હતું.

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ સુપ્રસિદ્ધ મહાકાળી આશ્રમ ખાતે યોજાયેલ દેવી ભાગવત સપ્તાહ પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. અને આશ્રમના 125 વર્ષથી મોટી ઉંમરના મહંત દયાનંદગિરી બાપુના આશીર્વાદ મેળવી સમગ્ર આશ્રમની અને ધાર્મિક પ્રદશનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી રૂપાણીની સાથે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા. કથામાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી રૂપાણીનું સ્વાગત મહાકાળી આશ્રમના લઘુ મહંત અમરગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. કથા શ્રવણ બાદ મુખ્યમંત્રીએ મહાકાળી આશ્રમનું મુલાકાતથી દિવ્યતા અનુભવી હોવાનું જણાવી આ ક્થામાં હાજર રહેવા માટે નિમિત્ત બનેલા અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રાનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સતા ભોગવવા માટે નથી હોતી લોકોના કામ કરવા માટે હોય છે, ગુજરાત સરકાર સતા સ્થાને બેસી સદાય લોકોના હિતમાં કામ કરી રહી છે.

વધુમાં ભ્રષ્ટાચાર નિર્મૂલનની દિશામાં આગળ ધપી રહેલ ગુજરાત સરકારે પેટ્રોલપમ્પ, હોટલ વગેરેમાં લાયસન્સ પ્રથા રદ કરી લોકો ઈમાનદારીથી પોતાના વ્યવસાય કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે અમારી સરકાર સંવેદનશીલ છે પછી ખેડૂતનો પ્રશ્ન હોય કે સામાન્ય માણસનો પ્રશ્ન હોય સંવેદનશીલ સરકાર સંવેદના બતાવી રહી છે તેમ જણાવી ભાવનગરના રંધોળા નજીક જાનના ટ્રકને નડેલા અકસ્માતનો ઘટનાક્રમ યાદ કરાવી એસટી વિભાગની માંગો ત્યારે બસ સુવિધા યોજના શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચરડવામાં આરોગ્યકેન્દ્ર શરૂ કરવા સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ જાહેર કર્યું હતું, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જંયતિ ભાઇ કવાડીયા. સાંસદ મોહનભાઇ કુંડારિયા. કાંતિભાઈ અમૃતિયા નીતિનભાઈ ભારદ્વાજ ધર્મેન્દ્રસિંહ ઝાલા. કિરીટભાઈ ગણાત્રા, , ૨૦ મુદા અમલીકરણ સમિતિનાઆઈ.કે.જાડેજા ,રાજુભાઈ ધ્રુવ ,રજનીભાઈ સંઘાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
મયુર રાવલ હળવદ મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






