મુખ્‍યમંત્રીના હસ્‍તે ભુજ કલેકટર કચેરીના જન સુવિધા કેન્‍દ્રમાં ચાર લાભાર્થીઓને ઓનલાઇન બિન ખેતી પરવાનગીના હુકમોનું વિતરણ

0
46

ભુજ : રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે તેમના કચ્‍છ જિલ્‍લાના પ્રવાસ દરમ્‍યાન ભુજ કલેકટર કચેરીના જનસુવિધા કેન્‍દ્ર ખાતે હેલ્‍પ ડેસ્‍કમાં ઓનલાઇન બિન ખેતી અરજી કરનાર ચાર લાભાર્થીઓના મંજુર કરાયેલ બિન ખેતીના હુકમોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.  અત્રે ઉલ્‍લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા તાજેતરમાં વિના વિલંબે લાભાર્થીઓને બિન ખેતીના હુકમો મળી શકે તે માટે જે તે જિલ્‍લાની કલેકટર કચેરી ઓફિસોમાં ઓનલાઇન અરજી કરીને બિન ખેતી પરવાનગી મેળવવાની કાર્ય પધ્‍ધતિ ઓનલાઇન અમલમાં મૂકવામાં આવેલ છે.

આ ઓનલાઇન બિન ખેતીના હુકમો મુખ્‍યમંત્રીના હસ્‍તે લાભાર્થીઓમાં શિણાય ગામના ભાવેશ કે.વાભિયા, માધાપરના ભરત એચ.કોઠારી, મીઠ્ઠીરોહરના જનકસિંહ પ્રભાતસિંહ સોલંકી અને ભુજ શહેરના વિરમ કરસન ચાડ ને આપવામાં આવ્‍યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY