પટના,તા.૩
સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ જેડીયુ નેતા કેસી ત્યાગીએ રામ મંદિર મામલે નિવેદન આપ્યું છે. કેસી ત્યાગીએ કહ્યું કે, NDAના એજન્ડામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો નથી. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સંઘ પ્રમુખ મોહન ભાગવત, ભાજપ સાંસદ સાક્ષી મહારાજ નિવેદન આપી રહ્યા છે. ત્યારે બિહારમાં ભાજપની સહયોગી પાર્ટી JDUએ અલગ નિવેદન આપ્યું છે. કેસી ત્યાગીએ વધુમાં કહ્યું કે, રામ મંદિરનો એજન્ડા કાલે કે આજે પણ નથી.
એનડીએમાં જે પક્ષો સામેલ થઈ રહ્યા એ તમામ રાજરીય પક્ષો રામ મંદિરના નિર્માણ માટે પ્રતિબદ્ધ નથી. ત્યાગીએ વઘુમાં જણાવ્યુ કે, એનડીએની રચના જ્યારે કરવામાં આવી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે, નેશનલ એજન્ડા ફોર ગવર્નેસ હેઠળ રામ મંદિરનો મુદ્દો એનડીએના ઘોષણા પત્રથી અલગ રહેશે. જેથી રામ મંદિરના નિર્માણનો મુદ્દો માત્ર ભ્રામક પ્રચારનો મુદ્દો બન્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



