હળવદ મેઈન બજારમાં પાણીની રેલમછેલ,રહીશો દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ

0
63

પાણી બગાડ કરતા રહીસો સામે પગલા લેવા વેપારીઓની માગ

ઉનાળામાં સમયમાં એકબાજુ લોકોને પીવાના પાણી માટે ફાફામાં મારવા પડે છે ત્યારે હળવદ ની મેન બજાર માં રહીશો દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ કરવામાં આવે છે જેના કારણે બજારના વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે ,હળવદ ની મેઈન બજાર માં ડી.વી.રાવલ કોલેજ થી લઈને દરબાર નાકા અને ઠેઠ સ્વામિનારાયણ મંદિર મેઈનબજાર સુધી આ રેલમછેલ થાય છે જેના કારણે વેપારીઓ અને રાહદારીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે, પાણી નો બગાડ કરતા તત્વો સામે પગલા લેવા મા આવે તેવી માગણી ઉઠવા પામી છે તંત્ર નિયમિત સમયસર 2 ટાઈમ પાણી આપે છે,તંત્ર એ અંડરગ્રાઉન્ડ ગટર સુવિધા કરી દીધી છે,તંત્ર સમયસર 2 ટાઈમ પાણી આપે છે એટલે એનો ગેરઉપયોગ કરી પાણી વેડફે છે,
તંત્ર એ અંડરગ્રાઉન્ડ ગટર સુવિધા કરી આપી તેમ છતાં તેમાં કનેકશન નહી આપી પાણી નો ખુલ્લા માં નિકાલ કરે છે,થોડા સમય પહેલા આ સમ્સયા હલ કરવા તંત્ર દ્રારા એક સમય પાણી આપવાનું ચાલુ કર્યું તો ઊંચાણ વાળા વિસ્તાર માં પાણી નહોતું પહોંચતું ,અમુક લોકો હાથે કરીને ખુલ્લેઆમ પાણીનો વેડફી રહયા છે , ઘણા લોકો ને પીવાનું પાણી નથી મળતું ત્યારે આ વિસ્તારના રહીશો ખુલ્લેઆમ પાણીનો બગાડ કરી રહ્યા છે તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી વેપારીઓની માગણી ઉઠવા પામી છે

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY